ભાજપ-સેના વચ્ચે ફરી નિકટતા વધે છે ?

ઓઆરંગાબાદ,તા.17 મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ફરી એક વાર નિકટતા વધી રહી છે? અહીં એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેને પોતાના પૂર્વ અને ભાવિ સહયોગી બતાવતાં અટકળો મચી પડી હતી. ઉદ્ધવની ચેષ્ટાના જવાબમાં દાનવેએ પણ કહ્યું હતું કે શિવસેના અને ભાજપ એક બની જશે તો મતદારો ખુશ થઈ જશે.સમારોહમાં ઉદ્ધવે દાનવે તરફ ઈશારો કરીને કહ્યું હતું કે અમારા પૂર્વ સહયોગી અને ભવિષ્યમાં સાથે આવી જાય તો ભાવિ સહયોગી. સમારોહ દરમ્યાન મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે કોણ ક્યારે સાથે આવી જાય એ કોઈ કહી શકે નહીં. મુંબઈ અને નાગપુર વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થઈ જાય તો રાવસાહેબ,હું તમને વચન આપું છું કે હું તમારી સાથે રહીશ.ઉદ્ધવના આ નિવેદનોને પગલે મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ અને અટકળોનો દૈર જામ્યો છે. ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે શિવસેના પોતાના સહયોગીઓથી છૂટકારો ઈચ્છતી હોય તો એ સારી વાત છે. તેમાં ભ્રષ્ટાચાર ઘણો થઈ રહ્યો છે. દરમ્યાન,શિવસેના સાંસદ સંજય રાઉતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ આપતાં કહ્યું હતું કે દેશમાં આજે મોદી જેવા કદના અન્ય કોઈ નેતા નથી. અટલબિહારી વાજપેયી બાદ ભાજપને શિખર પર લઈ જવાનું કામ મોદીએ કર્યું છે. મોદીના કાર્યકાળમાં ભાજપને પૂર્ણ બહુમત મળ્યો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer