ગુજરાત સહિત આઠ વડી અદાલતમાં મુખ્ય ન્યાયમૂર્તિ નિયુક્તિને મંજૂરી

નવી દિલ્હી, તા. 17 : મુખ્ય ન્યાયમૂર્તિ એઁન.વી. રમન્નાનાં વડપણવાળાં સુપ્રીમ કોર્ટનાં કોલેજિયમે શુક્રવારે પહેલી વાર ગુજરાત સહિત આઠ રાજ્યોની વડી  અદાલતોમાં ન્યાયમૂર્તિઓની બઢતી સાથે મુખ્ય ન્યાયમૂર્તિઓની નિમણૂંકની ભલામણ કરી હતી.  ગઇકાલે ગુરુવારે તેમજ શુક્રવારે મેરેથોન બેઠકોના દોરના અંતે કોલેજિયમ તરફથી પાંચ મુખ્ય ન્યાયમૂર્તિની બદલી માટે પણ ભલામણ કરાઇ છે. ગુજરાત હાઇકોર્ટ માટે અરવિંદ કુમારની ભલામણ કરાઇ હોવાનું સૂત્રોએ કહ્યું છે.ઉપરાંત, અલાહાબાદ, કોલકાતા, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મેઘાલય અને મધ્ય પ્રદેશની વડી અદાલતોમાં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે બઢતી માટે ન્યાય-મૂર્તિઓનાં નામોની ભલામણ કરવાનો ફેંસલો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, દેશની 25 વડીઅદાલતોમાં 1080 ન્યાયમૂર્તિઓનું કુલ્લ મંજુર   થયેલું સંખ્યા બળ છે, જેની સામે પહેલી મે 2021ની તારીખે આ અદાલતોમાં માત્ર 420 ન્યાયમૂર્તિઓથી કામ ચાલી રહ્યું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer