સાત કિ.મી. દોડમાં અમૃતગાથાને યાદ કરાશે

સાત કિ.મી. દોડમાં અમૃતગાથાને યાદ કરાશે
ભુજ, તા. 17 : ભારત સરકારના નેહરુ યુવા કેન્દ્ર, ભુજની જિલ્લા યુવા કાર્યક્રમની સલાહકાર સમિતિની બેઠક જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી.  કલેક્ટર જણાવ્યું હતું કે, નેહરુ યુવા કેન્દ્રના મંડળો અને નેશનલ યુથ વોલંટિયરો માટે વિશેષરૂપથી જાગૃતિના કાર્યક્રમો વધારે તે જરૂરી છે. તેમણે આચાર્ય ભુજ, મુંદરા, માંડવી, ગાંધીધામના તાલુકાની કામગીરી પ્રત્યે સંતોષ વ્યકત કર્યો હતો.સ્વચ્છતા અંગેના તથા અન્ય કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા પંચાયત વગેરે સાથે સમન્વય કરવાના પણ જિલ્લા કલેકટરે સૂચન વ્યકત કર્યા હતા, જયારે વોકેશનલ કાર્યક્રમની તાલીમ માટે પણ કચ્છ પ્રશાસન સંયુકત રીતે નેહરુ યુવા કેન્દ્ર સાથે કામગીરી કરશે તેવું જણાવીને અન્ય ઉપસ્થિત સલાહકાર સમિતિના કોઇ સૂચનો હોય તો તેને રજૂ કરવા જણાવાયું હતું.જિલ્લા યુવા અધિકારી રચનાબેન વર્મા દ્વારા નેહરુ યુવા કેન્દ્ર દ્વારા વર્ષ 2021-22 માં યોજાનારા તમામ કાર્યક્રમની વિસ્તૃત રજુઆત કરીને તમામ સદસ્યોને આહ્વાન કર્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવરૂપે યોજાનાર દોડમાં કચ્છ યુનિવર્સિટીના નોડલ ઓફિસર ડો.ચિરાગભાઇના માર્ગદર્શન હેઠળ 80 થી 100 યુવાનો તા.18/9/21ના સાત કિલોમીટરની દોડમાં સામેલ થઇને શહીદ વીરોની અમૃતગાથાને યાદ કરી તેઓને નમન કરશે જેમાં જિલ્લા પ્રશાસન વતી સહયોગ પૂરો પડાશે તેવી માહિતી આપવામાં આવી હતી.બેઠકમાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકાર હનુમંતાસિંહ જાડેજા, નાયબ નિયામક (અ.જા.) ડી.એન.ભોજગોતર, એન.સી.સી.ઓફિસર હાવ કિરણ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જે.એ.બારોટ, રેડક્રોસ સોસાયટીના મીરાબેન સાવલીયા, પ્રતાપપુર હાઈસ્કુલ કે પ્રિન્સિપાલ કે. કે. ગઢવી, ડી.આર.ડી.એ.ના ભાવિન શેનશાણી, એડવોકેટ રામભાઇ ગઢવી, ડીપીઓ જે.કે.ચાવડા, સ્પોર્ટસપર્સન અને પ્રિન્સિપાલ પરેશભાઇ ભાવસાર, એપીએ ગોસાઇ નરેન્દ્રપુરી, ભાનુ યુવા મંડળના અધ્યક્ષ દીપેનભાઇ ભાનુશાળી, નેશનલ યુથ વોલંટિયર અક્ષય ઠકકર, સોઢા કુલદીપાસિંહ, ગુસાઇ સત્યમગીરી, ભરતભાઇ તથા બી.પી.રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer