નાની અને મોટી વિરાણીના ઉપયોગી માર્ગે બાવળની ઝાડી વધતાં સર્જાયું જોખમ

નાની અને મોટી વિરાણીના ઉપયોગી માર્ગે બાવળની ઝાડી વધતાં સર્જાયું જોખમ
મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 17 : તાલુકાના નાની વિરાણી-મોટી વિરાણીથી રામેશ્વર જોડતા અતિ મહત્ત્વના રસ્તા પર હાલમાં ઝાડીઓનાં ઝૂંડનાં કારણે અકસ્માતની ભીતિ સેવાય છે. માલધારી છાત્રાલય, પાટીદારની બોર્ડિંગ, ક્ષત્રિય સમાજ છાત્રાલય, અનુસૂચિત જનજાતિ છાત્રાલય, શાળા, હાઇસ્કૂલ, સરકારી-પ્રાઈવેટ દવાખાના, નખત્રાણા-લખપત હાઈવેથી જોડતો આ રસ્તો છે. ઉપરાંત, નાની વિરાણીનાં 150 ઘરો માલધારીઓના ગામ પણ આ રસ્તાને જોડે છે.નાની વિરાણી વાયા રામેશ્વર, મોટી વિરાણી રામેશ્વર ફાટકથી રસ્તા પર ઝાડીઓ એટલી હદે વધી ગઈ છે કે સામેથી આવતાં વાહનો પણ નથી દેખાતાં. મોટી વિરાણી ગ્રામ પંચાયતના સદસ્ય રબારી ખીમજીભાઈ (નાની વિરાણી)એ માહિતી આપતા કહ્યું હતું કે આમ સામે આવતા અમુક વળાંકો નથી દેખાતા. આ ઝાડીનાં કારણે અકસ્માત થઈ શકે છે. તંત્ર આ ઝાડી વહેલી તકે દૂર કરે એવી રજૂઆત પણ તેમણે કરી છે. ઉપરાંત, વિરાણી રસ્તે રામેશ્વર ફાટક પાસે - રામેશ્વર રસ્તા પર એક સ્પીડબ્રેકર પણ જરૂરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer