ભુજ : સોની સમાજની બે બહેનોની સંગીત ક્ષેત્રે સિદ્ધિ

ભુજ : સોની સમાજની બે બહેનોની સંગીત ક્ષેત્રે સિદ્ધિ
ભુજ, તા. 17 : શહેરના સોની સમાજની બે બહેનોએ સંગીત ક્ષેત્રે મહત્ત્વની સિદ્ધિ મેળવી હતી. દાયકાઓ પર્યંત આ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવાઇ છે. કેશવી હિતેશભાઇ તથા આકાંક્ષા હિતેશભાઇ સોનીએ અનુક્રમે વિશારદ અને મધ્યમા પૂર્ણમાં ઉચ્ચ ક્રમાંકે ઉત્તીર્ણ થઇને આ સિદ્ધિ મેળવી હતી. કેશવીને ચાણક્ય એકેડેમી શાળાએ, જ્યારે આકાંક્ષાને મા આશાપુરા અંગ્રેજી?શાળાએ આ માટે સન્માનપત્ર અર્પણ કર્યું હતું. આ અગાઉ ઇસરોની મૂન મિશન ઓનલાઇન સ્પર્ધામાં પણ બંને બહેનો પસંદ થઇ હતી. હવે તેમણે સારેગામા લિટલ ચેમ્પ કાર્યક્રમમાં ભાગ લેવા પ્રક્રિયા આદરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer