અંજારમાં વડાપ્રધાનના જન્મદિને લાભાર્થીઓને અપાયાં સાધન - સહાય

અંજારમાં વડાપ્રધાનના જન્મદિને લાભાર્થીઓને અપાયાં સાધન - સહાય
અંજાર, તા. 17 : અહીંની નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ટાઉનહોલ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. કાર્યક્રમમાં પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ જી. આહીર, નગરપાલિકાના પ્રમુખ  લીલાવંતીબેન ડી. પ્રજાપતિ, નાયબ કલેકટર ડો. વિમલ કે. જોષી, જિલ્લા ભાજપ મહામંત્રી વલમજીભાઈ હુંબલ, મંત્રી વસંતભાઈ જે. કોડરાણી, શહેર ભાજપ પ્રમુખ ડેનીભાઈ શાહ, ઉપપ્રમુખ બહાદુરસિંહ જાડેજા, કારોબારી ચેરમેન વિજયભાઈ ડી. પલણ, શાસકપક્ષના નેતા સુરેશભાઈ ટાંક, દંડક વિનોદભાઈ ચોટારા, ચીફ ઓફિસર જિગરભાઈ જે. પટેલ, હેલ્થ ઓફિસના ડો. પાર્થભાઈ જાની, એ.પી.એમ.સી.ના વાઈસ ચેરમેન દુદાભાઈ આહીર, સંજયભાઈ દાવડા, અશ્વિનભાઈ સોરઠિયા, ક્રિપાલસિંહ રાણા મંચસ્થ રહ્યા હતા. પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ જી. આહીરએ આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રજાલક્ષી કામગીરી વર્ણવતા રાષ્ટ્રના વિકાસમાં તેમને આપેલા ફાળા અને યશસ્વી કામગીરીનું વિસ્તૃત વર્ણન કર્યું હતું.આ કાર્યક્રમમાં 100 ટકા કોવિડ વેક્સિનેશન કામગીરી પૂરી કરનારા સરપંચોના સન્માનના ભાગરૂપે પ્રતિકરૂપે 6 સરપંચનું સન્માન કરાયું હતું.પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને કિટ અને વાઉચરો વિતરણ સાથે મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ પ્રતિકરૂપે બે લાભાર્થીઓને મંજૂરીપત્ર વિતરિત કરાયાં હતાં. સંચાલન કાઉન્સિલર નિલેશભાઈ એમ. ગોસ્વામીએ અને આભારવિધિ સુરેશભાઈ ટાંકએ કરી હતી. ઓફિસ સુપરિટેન્ડેન્ટ ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ સહિતે જહેમત ઉઠાવી હતી. અનિલભાઈ પંડયા, સુરેશભાઈ ઓઝા, જયેન્દ્રસિંહ જાડેજા, ડાયાલાલ મઢવી, પાર્થભાઈ સોરિઠયા સહિત હાજર રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer