મોટી વિરાણીમાં રામદેવજી મહારાજનો વાર્ષિકોત્સવ ઉમંગભેર ઊજવાયો

મોટી વિરાણીમાં રામદેવજી મહારાજનો વાર્ષિકોત્સવ ઉમંગભેર ઊજવાયો
મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 17 : રામદેવ-પીરના વાર્ષિક ઉત્સવ નિમિત્તે પાટકોરી, મહાઆરતી, મહાપ્રસાદ, રાસ અને રવાડી, આરાધીવાણી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં  આવ્યા હતા.મેઘવંશી મારૂ સમાજના આયોજન હેઠળ રાત્રિના પાટકોરી બાદ મહાઆરતી ત્યારબાદ કચ્છી આરાધીવાણી ભજન મંડળી તેજા બુચિયા, દામજી બળિયા, કોટલાલ હીરજી વગેરે દ્વારા કચ્છી આરાધીવાણી ભજનની રમઝટ જામી હતી. બીજા દિવસે ભગવાન રામદેવજી મહારાજની શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગ પર ફરી હતી, જેમાં  કડશધારી બાલિકાઓ જોડાઇ હતી. કરસનજી સોઢા, રતિલાલ સેંઘાણી, દયાલભન ગોસ્વામીએ બસ સ્ટેશન પાસે રવાડીના દર્શનનો લાભ લીધો હતો. પૂજારી બાબુલાલ ગરવાએ પૂજા અર્ચના કરી હતી. બપોર બાદ નેજા ચડાવવામાં આવ્યો  હતો. ખજાનચી દ્વારા હિસાબ કિતાબો રજૂ કરવામાં આવ્યા હતા. રવાડી દરમ્યાન રાસની રમઝટ જામી હતી. સરપંચ ઉમરાબેન જેપાર, મગનભાઇ બડિયા, કાનજીભાઇ બળિયા, મંગા હીરા, ચંદુલાલ બળિયા, બુદ્ધિલાલ શિવજી, પ્રેમજી નારાણ, રૂપાભાઇ ભદ્રુ, શિવજીભાઇ ભદ્રુ, રામજી ગરવા, કાનજી બુચિયા તેમજ મેઘવંશી મારૂ સમાજ અને ગરવા સમાજના અગ્રણીઓ, ભાઇ-બહેનો જોડાયા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer