બિટ્ટામાં બનેલી ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ કરાયું

બિટ્ટા (તા. અબડાસા), તા. 17 : અહીં અદાણી સોલાર પાવર પ્રોજેક્ટ દ્વારા નિર્માણ પામેલી ગ્રામ પંચાયત કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અદાણી પાવર લિમિટેડ 40 મેગા પાવર સોલાર પ્રોજેક્ટ-બિટ્ટા દ્વારા ગામમાં ગ્રામ પંચાયત કચેરીનાં નવાં મકાનનું બાંધકામ કરી અપાયું છે, જે ગ્રામ પંચાયતને અર્પણ કરાયું હતું. મદન મારાજે પૂજા કરી હતી અને અદાણી સોલાર પાવર-બિટ્ટાના રમેશભાઇ?પ્રજાપતિએ રિબિન કાપી હતી તથા રવીન્દ્ર પ્રજાપતિ તથા સ્ટાફગણે હાજરી આપી હતી. સરપંચ સૂરજીભાઇ, તલાટી ધર્મેશ જોષીએ તથા સર્વે ગ્રામ પંચાયતના સભ્યોએ નવી મળેલી ગ્રામ પંચાયત કચેરીનું બાંધકામ કરવા પાછળ અદાણી ગ્રુપનો આભાર માન્યો હતો. ઉપસરપંચ સારાબાઇ?અલી, દિગ્વિજયસિંહ સોઢા, આશા રબારી, ઠાકરશીંબાપા, પ્રતાપ ઠક્કર, દિનેશ કોલી, અરવિંદ શાહ, કાદિરભાઇ મૌલાના, જયેશ ઠક્કર, રાઘવજી ભાનુશાલી વગેરે તથા સર્વે ગ્રામજનો હાજર રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer