ભચાઉ નગરપાલિકાના વહીવટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે તપાસની માંગ કરાઇ

ભચાઉ, તા. 17 : નગરપાલિકાના વહીવટમાં વ્યાપેલા ભ્રષ્ટાચારની ઊંડી તપાસ કરવા શહેર કોંગ્રેસ મહામંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કલેક્ટરને રજૂઆત કરી જણાવ્યું હતું કે, નગરપાલિકામાં વાર્ષિક કોન્ટ્રાક્ટ મોટા ભાગે વગર ટેન્ડરે અને ઇજારાશાહીની જેમ મળતિયાઓને જ અપાયા છે. આર્થિક વ્યવહારોના આરટીઆઇમાં સંતોષજનક જવાબ અપાતા નથી. ન.પા. પાસે પોતાના વાહનો હોવા છતાં ભાડે રખાય છે. સફાઇનો મહિને પાંચથી છ લાખનો ઠેકો અપાયો છે. ખરેખર માસિક બેથી ત્રણ લાખ જેટલો જ સફાઇનો ખર્ચ થાય છે વિ. આક્ષેપો કરી બે વર્ષના બિલોની તપાસની માંગ કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer