કચ્છ વિકાસ સમિતિ હવે વડાપ્રધાનને પૂછશે,કચ્છને કેમ સ્થાન નથી અપાયું ?

મુંબઈ, તા. 17 : કચ્છી વીશા ઓસવાળ સેવા સમાજ અંધેરીના અગ્રણી અને કચ્છ વિકાસ સમિતિના પ્રમખુ ચંદ્રકાન્ત રામજી ગાલાએ ગુજરાતમાં પ્રધાનમંડળની નવરચનામાં કચ્છની બાકાતી સામે નારાજગી દર્શાવી વડાપ્રધાન ને મુખ્યમંત્રી સમક્ષ આ મુદ્દે રજૂઆત કરવાનું નક્કી કર્યું છે. કચ્છ ભાજપની પડખે છે, હવે તો અબડાસાએ પણ ભાજપને વિજયી મતો આપ્યા છે. છમાંથી પાંચ ધારાસભ્ય, સાંસદ, જિલ્લા-તાલુકા પંચાયતોમાં બધે જ ભાજપને મત અપાયા છતાં પ્રધાનમંડળની રચનામાં કચ્છ ભુલાય એ કેમ ચાલે ? હજુ સુધી પ્રધાનમંડળોમાં કચ્છને મહત્ત્વનાં પદ અપાયાં છે તો આ વખતે કેમ નહીં ? સાંસદ હવે મહામંત્રી છે અને મોરબીના ધારાસભ્યને મંત્રીપદ અપાયું છે, તો કચ્છનું હિત કોણે નથી જોયું તેવો ટોણો પણ પત્રમાં તેમણે માર્યો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer