ભુજ - કચ્છના લોકોની આરોગ્ય સેવા માટે હંમેશાં તૈયાર હોવાની સંસ્થાની ખાતરી

ભુજ - કચ્છના લોકોની આરોગ્ય સેવા માટે હંમેશાં તૈયાર હોવાની સંસ્થાની ખાતરી
ભુજ, તા. 17 : ક.વી.ઓ. જૈન મહાજન-ભુજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે કોરોના સામેની લડતમાં વિનામૂલ્યે રસીકરણ કેમ્પ યોજાયો હતો તેમજ આગામી તા. 20/9ના વિનામૂલ્યે સ્પાઇન અને હાડકાં રોગના નિષ્ણાત ડોક્ટરના મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે. વડાપ્રધાનના જન્મદિવસના અવસરે ક.વી.ઓ. જૈન મહાજન ભુજ દ્વારા કચ્છ જિલ્લા પંચાયત હસ્તકના શહેરી આરોગ્ય કેન્દ્ર બેના સહકારથી કોરોનાવિરોધી રસીકરણના વિનામૂલ્યે કેમ્પનું દીપ પ્રાગટય કરતાં સંસ્થાના અધ્યક્ષ અને પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઇ?છેડાએ નરેન્દ્રભાઇના પ્રયાસોથી દુનિયાની સૌથી મોટી રસીકરણની મહા ઝુંબેશ દ્વારા કોરોના બીમારીને દૂર કરવાનું મહાઅભિયાન ચલાવાઇ રહ્યું છે. આ લોકલક્ષી કામની સરાહના કરી હતી. શ્રી છેડાએ તા. 20/9 સોમવારે સવારે 9થી 1 અમદાવાદની સેલ્બી હોસ્પિટલના સ્પાઇન અને હાડકાં રોગના સુપર નિષ્ણાત ડો. વિશાલ બૌઆની ઉપસ્થિતિમાં નિદાન અને સારવારના વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરાયું હોવાનું જણાવી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ-કચ્છના લોકોની આરોગ્યની સેવા માટે હંમેશાં તૈયાર રહેશે તેવી ખાતરી આપી હતી. આ પ્રસંગે સંસ્થાના?ટ્રસ્ટી ધીરેનભાઇ પાસડ, કિરણભાઇ કક્કા અને?શહેરી આરોગ્ય કેન્દ્ર-બેના ગુણવંતભાઇ,  ઉન્નતિબેન ગામેત ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પને સફળ બનાવવા સંસ્થાના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer