નિયમ મુજબ જ કામગીરી કરવા ખાનગી વીજ કંપનીઓને વહીવટીતંત્રની તાકીદ

નિયમ મુજબ જ કામગીરી કરવા ખાનગી વીજ કંપનીઓને વહીવટીતંત્રની તાકીદ
નખત્રાણા, તા. 28 : તાલુકાના મોટી વિરાણી રામ મંદિરના લઘુ મહંત સુરેશદાસજી બાપુ પર સન પાવર ઇન્ડિયા કહપનીના માણસો દ્વારા હુમલાનો બનાવ બાદ વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું અને તે અનુસંધાને મંગળવારે મોડી સાંજે અહીંની પ્રાંત કચેરી ખાતે નખત્રાણા-લખપત તાલુકમાં પવનચક્કી અને વીજ લાઇનની કામગીરી સાથે સંકળાયેલા વિવિધ પવનચક્કીઓના અધિકારીઓ, કર્મીઓ સાથે તાકીદની મિટિંગ યોજાઇ હતી. પ્રાંત અધિકારી ડો. મેહુલકુમાર બરાસરના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં આવી હતી. જમીન માલિકો દ્વારા વિરોધના કિસ્સાઓના તંત્ર પાસેથી કાયદેસરની મંજૂરી મેળવ્યા બાદ જ ખાનગી માલિકીની જમીનમાં કામગીરી કરવા સૂચના અપાઇ હતી. સરકારી પડતર ગૌચર જમીન પર કામગીરી કરવાના કિસ્સામાં સરકારમાં ભરવાપાત્ર રકમ ભરવાની જરૂરી અરજી પ્રક્રિયા કરીને જ કામગીરી આદરવાની રહેશે. જે કામગીરી કરતી વખતે વૃક્ષોના છેદનના કિસ્સામાં જરૂરી પૂર્વ પરવાનગી મેળવવી ને કાર્યવાહી કરવી. વન્યસૃષ્ટિ અને ખાનગી માલિકીની જમીનમાં લઘુત્તમ નુકસાની થાય તે રીતે કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. કોઇપણ પરિસ્થિતિમાં ખાનગી પવનચક્કીઓ દ્વારા કાયદો હાથમાં ન લેવાય અને ખેડૂતોને નિયમોનુસારનું વળતર સમયમર્યાદામાં ચૂકવણું થઇ જાય તેની તકેદારી રાખવા જણાવાયું છે. ઉપરાંત સક્ષમ અધિકારીની કામગીરી માટે જરૂરી પરવાનગી મેળવ્યા બાદ જ કંપનીને પોલીસ પોટક્શન આપવામાં આવે તે માટે પોલીસ વિભાગને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી. આઇનોક્ષ કંપની દ્વારા લખપત તાલુકામાં સરકારી પડતર જમીન પર વગર પરવાનગીએ 220 કિ.મી. લાઇનના વીજ ટાવરો ઊભા કરવામાં આવ્યા છે તે લઇનો બંધ કરવા મામલતદાર લખપતને સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં અદાણી, સુઝલોન, વિવિયાના સિન્ટેડ કબીની, આલ્ફાનાર તેમજ અન્ય કંપનીઓના પ્રતિનિધિઓ, પખત્રાણા અને લખપત તાલુકા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર, પ્રાંત કચેરીના બી. એન. કંદોઇ, આર. જે બુકોલિય વિ. ઉપસ્થિત રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer