ગળપાદર બાઇક ચોરી પ્રકરણે ત્રણની અટક

ગાંધીધામ, તા. 28 : તાલુકાના ગળપાદરમાં એક ઘર પાસેથી ચોરાયેલી બાઇકનો ભેદ પોલીસે ઉકેલી લીધો હતો તથા ત્રણ શખ્સોને પકડી પાડયા હતા. ગળપાદરમાં કૈલાસનગર હાઉસિંગ બોર્ડ ઝૂંપડા સામે રહેતા જગલાલ શિવલખન પ્રસાદના વાહનની ચોરી થઇ હતી. તેમણે પોતાના ઘરની બહાર બાઇક નંબર જીજે-12-ડીજે- 5593 કિંમત રૂા. 33,000વાળું પાર્ક કરી રાખ્યું હતું. જેની કોઇ શખ્સોએ ચોરી કરી હતી. આ બનાવ અંગે ફરિયાદ થયા બાદ પોલીસે તેની તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં પોલીસે હરેશ પંચાલ ભીલ, હિતેષ રમેશ ભીલ અને પરેશ આસવાલ મહેશ્વરી નામના શખ્સોને પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી ચોરીમાં ગયેલું બાઇક તથા અન્ય એક બાઇક નંબર જીજે- 12-ડીએલ- 1080વાળું જપ્ત કરવામાં આવ્યું હતું. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer