પૂર્વ કચ્છમાં બેઝ ઓઇલ-બાયો ડીઝલનો વધુ એક ગુનો દાખલ

ગાંધીધામ, તા. 28 : પૂર્વ કચ્છમાં બેઝ ઓઇલ, બાયો ડીઝલના સંગ્રહ અને ગેરકાયદેસરના વેચાવા અંગે 17 ફરિયાદો બાદ અંજાર પોલીસ મથકે વધુ એક ગુનો નોંધાયો હતો. પૂર્વ કચ્છની એસ.ઓ.જી. ગત તા. 6/7ના અંજાર બાજુ પેટ્રોલિંગમાં હતી, દરમ્યાન પૂર્વ મળેલી બાતમીના આધારે વેલસ્પન કંપની નજીક પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના વર્કશોપમાં આ ટીમ પહોંચી હતી. અહીં ટેન્કર નંબર જી.જે. 01 ડી.ટી.-1406માંથી રૂા. 3,25,000નું 5000 લિટર બાયો ડીઝલ, બેઝ ઓઇલ મળી આવ્યું હતું. અહીં સુરક્ષાના સાધનો વસાવાયા નહોતા તથા ધંધા અંગે ના વાંધા પ્રમાણપત્ર મેળવાયું ન હતું. માનવ જીવનને જોખમમાં મૂકી લોકોની તંદુરસ્તીને નુકસાન થાય તેવું કૃત્ય કરનારા નયન તુલજાશંકર દવે અને દિનેશ નારાણ કેરાઇ વિરુદ્ધ આજે પોલીસે ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણમાં પણ કોઇની ધરપકડ થઇ ન હોવાનું જાણવા મળ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer