ભુજની આર્મી સ્કૂલમાં કારગિલ વિજયદિને શહીદોને અંજલિ

ભુજની આર્મી સ્કૂલમાં કારગિલ વિજયદિને શહીદોને અંજલિ
ભુજ, તા. 28 : અહીંની આર્મી પબ્લિક સ્કૂલમાં `કારગિલ વિજયદિન' નિમિત્તે શહીદી વહોરનારા જવાનોને અંજલિ અપાઇ હતી. સ્કૂલના પ્રિન્સિપાલ જિતેન્દ્ર ખેમચંદના નેતૃત્વ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં શહીદોને પુષ્પાંજલિ આપી પ્રાચાર્ય આર.એન. સિંઘ, પલ્લવી કાલે, એન.સી.સી. ઓફિસર દયા દેસાઇએ મીણબત્તી પ્રગટાવી અંજલિ આપી હતી. આ ઉપરાંત વીરાંગના સોનલબેન માણશીએ પણ દીપ પ્રગટાવીને અંજલિ આપી હતી, જેમાં લેફ. કર્નલ વરુણ મેદિસ્તાના પત્ની સોનલ મેદિસ્તા, કર્નલ આર.પી. દહિયાના પત્ની  દીપિકા દહિયા, નાયબ સુબેદાર યોગેન્દ્રસિંહના પત્ની રિંકેશ ફોજદાર પણ પુષ્પાંજલિ સાથે જોડાયા હતા. શહીદોના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન ધારણ કરી દેશ સેવા માટે પ્રાર્થના કરી હતી. પ્રાચાર્યે પ્રાસગિક ઉદ્બોધન કર્યું હતું. આ પ્રસંગે શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer