ભુજ રેસ્ટોરન્ટ એસો. દ્વારા રસીકરણ કેમ્પ યોજાયો

ભુજ રેસ્ટોરન્ટ એસો. દ્વારા રસીકરણ કેમ્પ યોજાયો
ભુજ, તા.28 : દિનપ્રતિદિન કોવિડના કેસોની સંખ્યા ઘટી રહી હોવા છતાં વેક્સિન એ ખૂબ જ જરૂરી અને મહામારીથી બચવા માટે ખૂબ જ અગત્યનું હોવાથી ભુજમાં હાલમાં નવરચિત રેસ્ટોરન્ટ એસોસીએશન દ્વારા વિરામ હોટલના પ્રાંગણમાં વેક્સિન ડ્રાઈવનું આયોજન કરાયું હતું. જેમાં રપ0 લોકોએ લાભ લીધો હતો. હવે લોકો થોડા મુક્ત રીતે બહાર નીકળે છે અને રજાના દિવસોમાં નિશ્ચિંત બનીને ખાણી-પીણીની મોજ માણી શકે તે માટે રેસ્ટોરન્ટ અને લારી-ગલ્લાના માલિકો અને સ્ટાફે વેક્સિન લઈ પોતે તથા ગ્રાહકોને સુરક્ષિત રાખી શકે તેવા ઉમદા હેતુ સાથે આ આયોજન કરાયાનું પ્રમુખ દ્વિજેશ આચાર્યે જણાવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફના સહયોગથી આયોજિત આ કેમ્પમાં રપ0 થી વધુ લોકોને વેક્સિન આપી શહેરને સુરક્ષિત બનાવવા માટે ભુજ રેસ્ટોરન્ટના એસો. ના સભ્યો સહયોગી બન્યા હતા. વ્યવસ્થા સંભાળનાર મંત્રી તપન રાઠીએ જણાવ્યું હતું કે, જયારે સરકારે વ્યવસાયિકોને વેક્સિન માટે ખાસ આગ્રહ રાખે છે ત્યારે આ આયોજન યોજયું છે. આ અવસરે ઉપપ્રમુખ હેમલ માણેક, ટ્રેઝરર બોની ઠક્કર, એડવાઈઝર સાત્વિકદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer