બે દિવસ બાદ કચ્છ ફરી કોરોના વિહોણું

ભુજ, તા. 28 : સોમ અને મંગળ એમ સતત બે દિવસ કોરોનાએ કચ્છમાં પોતાની હાજરી પુરાવ્યા બાદ બુધવારે ફરી જિલ્લો કોરોના વિહોણો રહેતાં રાહત મળી હતી. જુલાઈ માસ કચ્છ માટે શુકનવંતો નીવડયો હોય તેમ ર8?દિવસના ગાળામાં માત્ર 1પ નવા સંક્રમિતો ઉમેરાયા તેની સામે 46 દર્દીઓએ સાજા થઈ કોરોનાને મહાત આપી છે. બે દિવસ સતત એક-એક કેસ નોંધાતાં કયાંક સંક્રમણ ફરી સક્રિય તો નથી થઈ રહ્યું ને તેવી સર્જાયેલી ભીતિ વચ્ચે નવા કેસનો આંક સ્થિર રહેતાં થોડી રાહત થઈ હતી. જિલ્લામાં કુલ નોંધાયેલા પોઝિટિવ કેસનો આંક 1રપ9પ પર અટકેલો રહેવા સાથે સાજા થયેલા દર્દીઓની સંખ્યા પણ 1ર479?પર અટકેલી રહી હતી. કોઈ નવો દર્દી સ્વસ્થ ન થતાં સક્રિય કેસ ચારના આંકે અટકેલા રહેતાં ફરી એકવાર જિલ્લામાં કોરોના સંક્રમણ સ્થિર થયું હતું. બુધવારે રસીકરણની કામગીરી બંધ રહેતાં રસી લેનારા લોકોની કુલ સંખ્યા 6.10 લાખે અટકેલી રહી હતી. સંક્રમણમાં ઉતાર-ચડાવના લીધે કચ્છની સંપૂર્ણ કોરોના મુક્તિ થોડી પાછળ ઠેલાઈ રહી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer