આર.ટી.ઓ. એજન્ટ અપહરણ અને ખૂનના કેસમાં ત્રણના જામીન નામંજૂર

ભુજ, તા. 28 : અત્રેની આર.ટી.ઓ. કચેરીમાંથી અપહરણ કરાયા બાદ એજન્ટ જીવણ પચાણ રબારીની હત્યા કરી મૃતદેહને ભચાઉ તાલુકામાં કુંજીસર ગામ પાસે ફેંકી આવવાના ભારે ચકચારી કેસમાં જિલ્લા અદાલતે ત્રણ આરોપીના નિયમિત જામીન નામંજૂર કરતો  આદેશ કર્યો હતો. ડિસેમ્બર-2020માં બનેલા આ મામલામાં કુલ્લ ચાર આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ પૈકીના કાના ઉર્ફે કાનજી રબારી, પાલા ઉર્ફે પ્રવીણ રબારી અને દેવો ઉર્ફે  દેવા રબારીની નિયમિત જામીન અરજી ભુજની અધિક સેશન્સ જજની અદાલતના ન્યાયાધીશ એમ.એમ.પટેલે નામંજૂર કરી હતી.  પ્રકરણમાં આરોપીઓની મુખ્ય તહોમતદાર તરીકેની ભૂમિકા અને કેસના કાગળોને કેન્દ્રમાં રાખીને આ ચુકાદો અપાયો હતો. આ સુનાવણીમાં સરકાર વતી અધિક જિલ્લા સરકારી વકીલ ડી.જે. ઠકકર તથા ફરિયાદ પક્ષ વતી શાંતિલાલ એમ. ખાંડેકા અને હિતેશકુમાર ભારદ્વાજ હાજર રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer