ગાંધીધામમાં યુવાનને મારી નાખવા ધમકી

ગાંધીધામ, તા. 28 : શહેરના નવી સુંદરપુરીમાં આશિષ બ્લોકની પાછળ રહેતા એક યુવાને પોતાના મિત્રને ચોરી અંગે પૂછતાં આ શખ્સે તેને મારી નાખવાની ધમકી આપી હતી. શહેરના નવી સુંદરપુરીમાં આસ્શષ બ્લોકની પાછળ રહેતા બૂલેટ મહેન્દ્ર યાદવ (ચૌધરી)એ આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. ગત તા. ર6/7ના આ ફરિયાદીનો ભાઈ ઉપેન્દ્ર ઘરે હતો ત્યારે ફરિયાદીનો મિત્ર કાસા અલી તેમના ઘરે આવ્યો હતો. ઉપેન્દ્રએ પલંગ ઉપર મોબાઈલ અને રોકડા રૂા. 180 રાખ્યા હતા અને પોતે રસોઈ બનાવવામાં વ્યસ્ત હતો. બાદમાં કાસા અલી ચાલ્યો ગયો હતો. પલંગ ઉપર રાખેલો મોબાઈલ, રૂપિયા પણ ગુમ હતા. દરમ્યાન ફરિયાદી આ અંગે કાસા અલીને કહેવા જતાં તેણે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને બાદમાં આ આરોપીએ ફરિયાદીને ફોન કરી ફરીથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer