નવાનગર પાનધ્રો ખાતે 41 બાટલી શરાબ પકડાયો : એકની ધરપકડ, બીજો છૂ

ભુજ, તા. 28 : લખપત તાલુકાના નવાનગર (પાનધ્રો) ખાતે નારાયણસરોવર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 41 બાટલી શરાબ ઝડપી પાડયો હતો. આ કિસ્સામાં ગામના જગદીશાસિંહ ઉફે મનુભા તેજમાલજી ચૌહાણની ધરપકડ કરાઇ હતી. જયારે કુરિયાણીનો પ્રભાતાસિંહ ભુરજી સોઢા નાસી ગયો હતો. સતાવાર સાધનોના જણાવ્યા મુજબ જગદીશાસિંહ ઉર્ફે મનુભાના ઘર ઉપર આ દરોડો પડાયો હતો. જેમાં ઘરમાંથી શરાબની 40 બાટલી તથા બહાર ઉભેલી બાઇકમાંથી દારૂની એક બાટલી મળી આવી હતી. જગદીશાસિંહની ધરપકડ કરાઇ હતી. જયારે પ્રભાતાસિંહ નાસી ગયો હતો. આ બન્ને સામે વિધિવત ગુનો દાખલ કરાયો હતો. પોલીસે બાઇક સહિત રૂા. 44350નો મુદામાલ કબ્જે કર્યો હતો.- આમારા-મુરૂ વચ્ચે દરોડો  : બીજીબાજુ નખત્રાણા પોલીસે તાલુકાના મુરૂ અને આમારા વચ્ચે દરોડો પાડી આમારાના કાનજી હમીર ડાંગર અને મુરૂના ગોપાલ વેલજી આહીરને શરાબની પાંચ બાટલી સાથે પકડયા હતા. અન્ય એક આરોપી દેશલપરનો રમજાન ઓસમાણ નારેજા હાથમાં આવ્યો ન હતો તેમ પોલીસે ઉમેર્યું હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer