ચેક રીર્ટન કેસમાં ઉપલી અદાલતે અપીલ ફગાવી

ગાંધીધામ, તા. 28 : સંકુલમાં ચેક રીર્ટના કેસમાં ગાંધીધામ જિલ્લા અદાલતે નીચલી કોર્ટના  ચુકાદાને  કાયમી રાખી  અપીલ  અરજી ના મંજૂર કરી હતી. ફરીયાદી ગીતાબેન એન. શર્માએ આરોપી રાજા હુસેન હમીરને ઉધાર નાણા આપ્યા હતા આરોપીએ આ નાણા ન ચુકવાતા ફરિયાદીએ ગાંધીધામની અલદાતમાં કેસ દાખલ કર્યો હતો.જેમાં ન્યાધધીશ ટી.વી.પરમારે  આરોપીને  6 મહિનાની સાદી કેદ તથા ચેકની રકમના રૂ.90 હજાર વળતર  પેટે ચુકવવા  હુકમ કર્યો હતો.  આ ચુકાદાથી નારાજ થયેલા આરોપીએ જિલ્લા અદાલતમાં અપીલ અરજી કરી હતી.જેમાં  પણ કોર્ટે નીચેની કોર્ટના  ચુકાદાને કાયમ રાખી અપીલ અરજી નામંજૂર કરી હતી. આ કેસમાં ફરીયાદી પક્ષે ધારાશાત્રી એન. જે. તોલાણી, કે.ડી. પ્રસાદે ધારદાર દલીલો કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer