અંજારમાં યોજાયેલા નેત્રયજ્ઞમાં 136 જણની તપાસ : 57 દર્દીની મોતિયાની શત્રક્રિયા

અંજારમાં યોજાયેલા નેત્રયજ્ઞમાં 136 જણની તપાસ : 57 દર્દીની મોતિયાની શત્રક્રિયા
અંજાર, તા. 28 : અહીં માનવસેવા ચેરી. ટ્રસ્ટ અંજાર આયોજીત સદગુરૂ રણછોડદાસ બાપુ ચેરી. ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટનો 76મો વિનામૂલ્યે નેત્રમણિ નેત્રયજ્ઞ સંપન્ન થયો હતો.ચે. ટ્રસ્ટ અને હોસ્પિટલ દ્વારા દર માસની તા. ર3ના યોજાતા 1 દિવસીય વિનામૂલ્યે નેત્રમણિ નેત્રયજ્ઞનું આયોજન  રઘુનાથજી મંદિર હોલ સવાસર નાકા અંજારમાં હરહંમેશ મુજબ કોરોનાના સમય સંજોગોમાં હાલની સરકારની ગાઈડલાઈન મુજબ યોજવામાં આવેલ હતો. આ નેત્રયજ્ઞના યજમાન દાતા સ્વર્ગસ્થ નવીનભાઈ હરિલાલ ચંદ હસ્તે પુત્રો પીન્ટુભાઈ ચંદે, હિરેનભાઈ ચંદે એવમ હરિલાલ ચત્રભુજ ચંદે સમસ્ત પરિવાર અંજાર રહ્યા હતા.નેત્રયજ્ઞ કેમ્પમાં  ટ્રસ્ટના પ્રમુખ  હસમુખભાઈ કોડરાણી સાથે ટ્રસ્ટીઓ મહેન્દ્રભાઈ કોટક, મનસુખભાઈ ગણાત્રા, દીપક કોડરાણી, ડો. બળવંતભાઈ, (રાજકોટ) સિનિ. ઓપ્થો. રાજેશ ખન્ના અને દાતા ચંદે પરિવારના કનૈયાલાલ, રસિકલાલ, યોગેશકુમાર, પીન્ટુભાઈ, હિરેનભાઈ, ધીરુભાઈ, પ્રવીણભાઈ,  નવીનભાઈ પોપટ, મહેશભાઈ રતાણીએ સમૂહ દીપ પ્રાગટય કરી ગુરુજીનું પૂજન- અર્ચન કરેલું હતું.  દાતા પરિવારના નવીનભાઈ પોપટે પ્રસંગોચિત ઉદબોધન કરી ટ્રસ્ટની સેવાની પ્રશંસા કરી હતી. દાતા પરિવારજનોને ગુરૂની છબી ટ્રસ્ટના પ્રમુખ હસમુખભાઈના હસ્તે પ્રતીકભેટ અપાઇ હતી.  નેત્રયજ્ઞમાં 136  લાભાર્થીઓની આંખોની તપાસ કરાયા બાદ પ7 જેટલા આંખના મોતિયાના કેસો ઓપરેશન સદગુરૂ હોસ્પિટલ રાજકોટ લઈ જઈ કરાયા હતા. ઓપરેશન સિવાયના બાકીના તમામને  દવા, ટીપા અને માર્ગદર્શન અપાયું હતું. લેબ ટેક. તરીકે ગાયત્રીબેન જોષી, પરેશ દરજી સાથે અશોક પલણ, પંકજ મિરાણી, મંજુલાબેન ઠકકર, મનોજ ભીન્ડેએ સેવા આપી   હતી. વોલિન્ટીયર તરીકે વિરેન્દ્ર કોડરાણી, રાજા સોમેશ્વર, કાન્તિલાલ માસ્તર, હીરાલાલ પરબિયા, હરેશ દક્ષિણી, ગિરીશ પારવાણી, હસમુખ ભીન્ડે, શાન્તિલાલ મસાણી, નરેશ ગાંધી, નીતિન કોટેચા, ભગવાનજી ઠકકર, શાન્તિલાલ મજીઠીયા, કલ્પેશ ઠકકર સહિતનાએ જહેમત ઉઠાવી   હતી. આગામી નેત્રયજ્ઞ તા. ર3 ઓગસ્ટ ર0ર1ના યજમાન દાતા તરીકે સ્વ. નરેન્દ્રભાઈ લાલજીભાઈ ઉદવાણી, સ્વ. શારદાબેન નરેન્દ્રભાઈ ઉદવાણી, સ્વ. સચિન નરેન્દ્રભાઈ ઉદવાણીના સ્મણાર્થે હસ્તે જાન્વીબેન પંકજભાઈ કોઠારી પરિવાર અંજાર કચ્છની જાહેરાત કરાઇ હતી. સંચાલન ટ્રસ્ટના મંત્રી શ્રી કોટકે કરી આભારની લાગણી વ્યકત કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer