ગાંધીધામમાં 42 બાળકોએ જૈન મુનિ પાસેથી મંત્રદીક્ષા ગ્રહણ કરી

ગાંધીધામમાં 42 બાળકોએ જૈન મુનિ પાસેથી મંત્રદીક્ષા ગ્રહણ કરી
ગાંધીધામ, તા. 28 : અહીંના તેરાપંથ યુવક પરિષદ ધ્વારા મંત્રદીક્ષા ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 42  બાળકોએ દીક્ષા લીધી હતી. કાર્યક્રમનો પ્રારંભ મંગલાચરણ નમસ્કાર  મહામંત્રથી થયો હતો. આચાર્ય  મહાશ્રમણજીના શિષ્ય મુનિ હિમાંશુ કુમાર આદિ ઠાણા-3 ના સાંનિધ્યમાં  બાળકોમાં સંસ્કાર, શ્રધ્ધા, સમર્પણ, ત્યાગનું સંચરણ થાય તે હેતુથી 42 બાળકોને મંત્રદીક્ષા  અર્પણ  કરાઈ હતી. મુનિ હેમન્ત કુમારજી એ પોતાના પ્રવચનમાં બાળકોને જીવનમાં સંસ્કારનું મહત્વ સમજાવ્યું હતું.  મુનિ હિમાંશુકુમારજીએ   મંત્રદીક્ષાને મહત્વપૂર્ણ  ઉપક્રમ જણાવતા  જ્ઞાનશાળામાં બાળકોને સંસ્કાર, દેવ, ગુરૂ  અને ધર્મના વિષયમાં  જાણકારી આપી હતી. બાળકોએ ઉત્સુકતાપૂર્વક  કાર્યક્રમમાં ભાગ લઈ મંત્રદીક્ષામાં  નિયમોનું પાલન કરવાનાસંકલ્પ લીધા હતા.કાર્યક્રમનું સંચાલન સરોજ ભંસાલીએ કર્યું હતું. ગાંધીધામના પ્રુમખ વિશાલ સુરાણા,મંત્રી સંદિપ  સિંધવી, તેરાપંથી ધર્મ સંઘ ગાંધીધામની બધી સ્થાનિક શાળાઓ તથા જ્ઞાનશાળાના પ્રશિક્ષિકાઓ સહિતનો સહયોગ સાંપડયો હતો. ગાંધીધામના કારોબારી સભ્ય જયપ્રકાશ ઢેલડીયાએ પોતાના જન્મદિવસના ઉપલક્ષમાં જ્ઞાનશાળા બાળકોને પ્રોત્સાહિત કરવા ઉપહારનું વિતરણ કરાયું હોવાનું એક યાદીમાં જણાવ્યું હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer