તોલાણી કોલેજમાં એક દિવસીય વેબિનાર યોજાયો

તોલાણી કોલેજમાં એક દિવસીય વેબિનાર યોજાયો
આદિપુર, તા. 28 : અહીંની તોલાણી કોમર્સ કોલેજમાં એક દિવસીય વેબિનાર કોલેજના પ્રિન્સિપાલ ડો. મનીષ પંડયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. સાયકોલોજિસ્ટ ડો. ગૌરાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા. શરૂઆતમાં સામાન્ય માહિતી આપવામાં આવી હતી. પ્રિન્સિપાલ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. વર્કશોપના વકતવ્યમાં ડો. જોશી દ્વારા જણાવવામાં આવ્યું કે સામાન્ય રીતે આજે દરેક મા-બાપને એક ઈચ્છા હોય છે કે પોતાનું બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ હોય તથા જીવનના દરેક તબક્કામાં યોગ્ય વર્તન દ્વારા તથા અભ્યાસમાં આગળ વધે, પરંતુ ઘણી વખત ખરાબ એટિટયુડ, આવેગ, નકારાત્મક જીવનશૈલી, લાગણીઓ પર કાબૂ ન રહેવો, સ્વભાવગત તકલીફો, સમાયોજનમાં ખામી, ઉમર પ્રમાણે વર્તન ન થવું, અભ્યાસમાંથી રસ ચાલ્યો જવો, નાસીપાસ, આત્મહત્યાના વિચારો, વિજાતીય આકર્ષણ, દીવાસ્વપ્ન તથા અવાસ્તવિક ખ્યાલોમાં રહેવું જેવી મનૌવૈજ્ઞાનિક તકલીફોને કારણે બાળક તથા વિદ્યાર્થીઓ અભ્યાસમાં પૂર્ણ ધ્યાન આપી શકતા નથી તથા તેમનો સર્વાંગી વિકાસ થઈ શકતો નથી.  આવા લક્ષણો કઈ રીતે ઓછા કરવા, અસરકારક સાયકોથેરાપી ટેકનિક, ક્લિનિકલ હિપ્નોસીસ, માઈન્ડ કૂલનેસ થેરાપી, રિલેક્સેશન ટેકનિક વિશે માર્ગદર્શન અપાયું હતું. સાથોસાથ પ્રેમની નિષ્ફળતા તથા ડિપ્રેશનમાંથી બહાર કેમ આવવું તેના વિશે માહિતી આપવામાં આવી હતી. વેબિનાર બાદ દરેક વિદ્યાર્થી તનાવમુક્ત તથા નવી ઊર્જા સાથે જોવા મળ્યા હતા. વાલીઓ પાસેથી પ્રતિભાવ લેતાં તેમણે આયોજનને બિરદાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer