ડીપીટીએ અગ્નિશમન સુવિધા અપગ્રેડ કરવા ટેન્ડર બહાર પાડતાં ચર્ચાના વમળ

ગાંધીધામ, તા. 28 : દેશના અગ્રણી મહાબંદર દીનદયાળ ખાતે અગ્નિશમન સેવાને અપગ્રેડ કરવા બંદર પ્રશાસને કન્સલ્ટન્ટ નીમવા બહાર પાડેલા ટેન્ડરે વિવાદ ખડો કર્યો છે. સામાન્ય રીતે આ ક્ષેત્રમાં બી ફાયર કે ડિપ્લોમા ફાયર હોય તેવા નિષ્ણાતની સેવા લેવી જોઇએ પરંતુ અહીં સિવિલ એન્જિનીયર મંગાતાં આશ્ચર્ય સર્જાયું છે. ડીપીટીના જ અગ્નિશમન વિભાગના જાણકારોએ કહ્યું હતું કે, આગ બુઝાવવવાને લગતી આ કામગીરી માટે અલગ જ નિષ્ણાતો હોય છે. બી ફાયર કે ડિપ્લોમા ઇન ફાયરના કોર્સ નાગપુર ખાતે ચાલે છે. આવા કોર્સ કરનાર નિષ્ણાતને જો કન્સલ્ટન્ટ નિયુક્ત કરાય તો લાખોના ખર્ચવાળી સમગ્ર અપગ્રેડેશન પ્રક્રિયા યોગ્ય રીતે પાર પડી શકે.ડીપીટીએ ડિપ્લોમા કે ડિગ્રીવાળા સિવિલ કે મેકેનિકલ એન્જિનીયરની કન્સલ્ટન્ટ તરીકે નિયુક્તિ કરવા આ ટેન્ડરમાં જોગવાઇ કરી છે. અલબત્ત, આ ઉમેદવારોને ઓછામાં ઓછા ત્રણ વર્ષનો અગ્નિશમન પાઇપલાઇન કે તેવાં માળખાંની ડિઝાઇન, ડ્રોઇંગ અને બાંધકામનો અનુભવ માગવામાં આવ્યો છે.સૂત્રોએ સીધો આક્ષેપ કરતાં કહ્યું હતું કે, પ્રશાસન કોઇ સ્થાનિક આવા ઇજનેરને ગોઠવવા માગતું હોવાથી આ પ્રકારે ટેન્ડર બહાર પાડયું છે. 20મીએ બહાર પડાયેલા આ?ટેન્ડરમાં હવે કોણ કોણ રસ ધરાવે છે તે જોવું રહ્યું. બી ફાયર કે ડિપ્લોમા ઇન ફાયરના અરજદારો સ્વાભાવિક અરજી કરી નહીં શકે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer