એસ.જી.વી.પી. ગુરુકુળમાં ઓનલાઈન ગુરુપૂર્ણિમા મહોત્સવ ઊજવાયો

એસ.જી.વી.પી. ગુરુકુળમાં ઓનલાઈન ગુરુપૂર્ણિમા મહોત્સવ ઊજવાયો
અમદાવાદ, તા. 28 : વહેલી સવારે એસ.જી.વી.પી. ગુરુકુળની વિશાળ યજ્ઞશાળામાં દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા નાના ઋષિકુમારોએ વૈદિક મંત્રો સાથે મહાકાય અજાનબાહુ વ્યાસ ભગવાનની મૂર્તિનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે ખાસ વિષ્ણુ યાગ રાખવામાં આવ્યો હતો. યજ્ઞની તમામ વિધિ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રાધ્યાપક  લક્ષ્મીનારાયણજી, જોષી ચિંતનભાઈ અને ભગીરથભાઈ ત્રિવેદીએ કરાવી હતી.અઢારેય પુરાણોની માધવપ્રિયદાસજી સ્વામીએ પૂજા કરી હતી. સાંજે એસજીવીપી ધર્મજીવન હોસ્ટેલના વિશાળ ખંડમાં રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજના સાંનિધ્યમાં શાત્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ઓનલાઈન ગુરુપૂર્ણિમા મહોત્સવ ઊજવાયો હતો. દેશ-વિદેશના લોકોને દર્શન થાય તે માટે મોટી 60#12 ચો.ફૂટ એલઈડી ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુરુપૂર્ણિમાનો મહિમા સમજાવતાં માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિનું પોષણ આદિકાળમાં ઋષિમુનિઓએ કર્યું છે. તે ઋષિમુનિઓને આપણે ક્યારેય ભૂલવા જોઈએ નહીં. આ પ્રસંગે પ્રેરણાત્મક પ્રવચન આપતાં સંજયભાઈ રાવલે એસ.જી.વી.પી. સંસ્થાને બિરદાવી હતી. આ પ્રસંગે વડતાલ પીઠાધિપતિ આચાર્ય 1008 પ.પૂ.ધ.ધૂ. રાકેશપ્રસાદદાસજી મહારાજે ઓનલાઈન આશીર્વાદ પાઠવ્યા હતા. તાજેતરમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવનાર સ્વામી યજ્ઞવલ્લભદાસજી દ્વારા લખાયેલા સહજાનંદ રસરૂપ અને ભક્તચરિતમ્ ગ્રંન્થનું વિમોચન પુરાણી ભક્તિપ્રસાદદાસજી સ્વામીને હસ્તે કરવામાં આવ્યું હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer