કચ્છ તેમજ વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેર ન આવે તેવી પ્રાર્થના

કચ્છ તેમજ વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેર ન આવે તેવી પ્રાર્થના
ભુજ, તા. 28: કચ્છી નવા વર્ષે આષાઢી બીજની ઉજવણીના ભાગરૂપે ભુજ નગરપાલિકા દ્વારા વિવિધ મંદિરોમાં તુલસીના રોપાનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ભુજ આશાપુરા મંદિર ખાતે પૂજારી જનાર્દનભાઇને તેમજ દર્શનાર્થીઓને તુલસીના રોપા વિતરણ કરાયા બાદ રઘુનાથજીના આરા પાસે રામમંદિર, ગાયત્રી મંદિર, નરનારાયણ નગર ખાતે જલારામ મંદિરે અગ્રણીઓ દ્વારા રોપા વિતરિત કરાયા હતા. સાંસદ વિનોદભાઇ ચાવડાએ લોકોને કચ્છી નવા વર્ષની શુભેચ્છા પાઠવી આવનારા દિવસોમાં કચ્છ અને વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેર ના આવે તેમજ શ્રીકાર વરસાદ થાય એવી પ્રાર્થના કરી હતી. ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે આવનારા દિવસોમાં કચ્છમાં મા આશાપુરાની કૃપા વરસે ને સતત વિકાસ થતો રહે તેવી પ્રાર્થના કરી હતી. નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કરે તુલસીના રોપાનું વાવેતર કરી રોજિંદા ઉપયોગમાં લેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં કારોબારી ચેરમેન જગત વ્યાસ, દંડક અનિલ છત્રાળા, કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ગોદાવરીબેન ઠક્કર, ભુજ શહેર ભાજપના પ્રમુખ શીતલ શાહ, શહેર સંગઠનના હોદ્દેદારો બાલકૃષ્ણ મોતા, જયદીપસિંહ જાડેજા, હિરેન રાઠોડ, નિકુલ ગોર, મંદાબેન પટ્ટણી, હસ્મિતાબેન ગોર તેમજ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer