ગઢશીશા પંથકના ઈતિહાસમાં પ્રથમ વખત રિક્ષામાં છાપાનું વિતરણ થયું

ગઢશીશા પંથકના ઈતિહાસમાં પ્રથમ વખત રિક્ષામાં છાપાનું વિતરણ થયું
ગઢશીશા, તા. 28 :કચ્છના લાડીલા અખબાર `કચ્છમિત્ર' દૈનિકનાં અમૃતપર્વ પ્રસંગે 10ર પાનાંના અંકે વિક્રમ સર્જેલો તેની સાથે ગઢશીશામાં પણ રિક્ષામાં અખબારનું વિતરણ કરીને ઈતિહાસમાં પ્રથમ વખત દાખલો બેસાડયો હતો. ગઢશીશામાં બિપિનભાઈ ઠક્કર, સિકંદર કુંભાર, મહેશભાઈ દેસાઈએ ઝરમરિયા માહોલમાં પરોઢીએ સમયસર અંક પહોંચાડીને વાચકોની સરાહના મેળવી હતી. તેવી જ રીતે નાની વિરાણી, રાજપર, ગોવિંદભાઈ ગરવા, વડવા, દેવપર (ગઢ), કોટડા (રોહા) અલ્તાફભાઈ જત, રત્નાપર, મઉં, મકડા, શેરડી વિગેરે ગામે વિતરકોએ વ્યવસ્થા સંભાળી હતી. ગઢશીશા બ્યૂરો ખાતે પીઢ પત્રકાર શાંતિલાલભાઈ આચાર્ય અને જીજ્ઞેશ આચાર્યને દિવસભર લોકોએ શુભેચ્છા પાઠવી હતી.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer