મુંબઇમાં ફ્રી સેવા આપતા 24 કચ્છી તબીબનું રાજ્યપાલ દ્વારા સન્માન

મુંબઇમાં ફ્રી સેવા આપતા 24 કચ્છી તબીબનું રાજ્યપાલ દ્વારા સન્માન
મુંબઇ, તા. 28 : કચ્છ યુવક સંઘ આયોજિત ડોકટર્સના ટેલિફોનિક કન્સલ્ટેશનમાં સેવા આપતા 24 તબીબનો રાજ્યપાલ દ્વારા સન્માન સમારંભ યોજાયો હતો. કચ્છ યુવક સંઘ મધ્ય મુંબઇ શાખા દ્વારા એપ્રિલ 2020થી ટેલિમેડિસીન લોકડાઉનનો મફત કન્સલ્ટેશન કાર્યક્રમ ડો. નિલમ ગડા અને ઋષભભાઇ મારૂએ શરૂ કર્યો હતો. આ સેવાકાર્યમાં છેલ્લા 15 મહિનાથી 24 કચ્છી જૈન નિષ્ણાત ડોકટર્સ પોતાની સેવા આપી રહ્યા છે. તાજેતરમાં મહારાષ્ટ્રના મહામહિમ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીજી દ્વારા આ 24 ડોકટર્સનો સન્માન સમારંભ યોજાયો હતો. આ સન્માન સમારંભ આયોજિત કરનાર ઋષભભાઇએ જણાવ્યું કે તમામ ડોકટર્સ છેલ્લા 15 મિહનાથી અમારી સાથે જોડાયેલા છે, પણ આજ દિવસ સુધી કોઇને મળ્યા નથી. ફક્ત ફોન પર વાત થાય છે. એટલે એક ગેટ ટુગેધર જેવું વિચારતા હતા અને નક્કી થયું કે,  સન્માન પણ કરવું જ જોઇએ. નગરસેવિકા નેહલબેને રાજ્યપાલને વિનંતી કરી અને રાજભવન ખાતે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીજી દ્વારા આ ડોકટર્સનું સન્માન થયું. આ સમગ્ર કચ્છી સમાજ માટે ગૌરવપૂર્ણ વાત છે. કચ્છ યુવક સંઘનો કાર્યક્રમ રાજભવનમાં થાય અને રાજ્યપાલે કાર્યકર્તાઓની પ્રશંસા કરી હતી. આગળ પણ આ તમામ ડોકટર્સ અમારી સાથે જોડાયેલા રહેશે અને ટૂંક સમયમાં અમે એક નવો પ્રકલ્પ કરશું તેવું ઉમેર્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer