સંયમના પ0 વર્ષની ઉજવણી સેવાકાર્યો સાથે કરવામાં આવી

ભુજ, તા.28 : જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે પૂર્ણચંદ્રસૂરિશ્વરજી મ.સા.ના સંયમ જીવનના પ0મા સુવર્ણ વર્ષની ઉજવણી માતા રાજીબેન વીરજી કુંવરજી સાવલા પરિવાર હા. રાજુભાઈ ખારોઈવાળા હાલે થાણા-મુંબઈના સહયોગથી થઈ હતી. અઠવાડિયાથી અનેરા સેવાયજ્ઞનો પ્રારંભ કરાયો હતો. અનેક દીન -દુ:ખિયા માનવો અને અબોલા જીવોની ભક્તિ દ્વારા સંયમ જીવનની અનુમોદના કરવામાં આવી હતી. દરરોજ શ્વાનોને દૂધ, રોટલી, પક્ષીને ચણ આપવામાં આવ્યા હતા. માધાપર ગામ તથા ગૌશાળામાં દર રવિવારે ગૌવંશને લીલોચારો, શ્વાનોને લાડુ વિગેરે જીવદયાનાં કાર્યો હાથ ધરાયાં હતાં. માનવસેવાના દોરમાં દર રવિવારે 300 જેટલા રંક પરિવારોમાં મિષ્ટાન સાથે ફરસાણનું વિતરણ કરાયું હતું અને બાળકોને નવા વત્રોની સોગાદ આપવામાં આવી હતી. ભુજિયાની તળેટીમાં મજદૂરી કરી પેટિયું રળતા રાજસ્થાની 200 મજદૂર પરિવારોમાં મિષ્ટાન સાથે ફરસાણનું વિતરણ કરાયું હતું. પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશીએ આ સેવાયજ્ઞ સળંગ 1?માસ જારી રાખવાની ઘોષણા કરી હતી. સંસ્થાના પ્રમુખ વી. જી. મહેતાની રાહબરી હેઠળ હિરેન દોશી, પ્રદીશ દોશી, શાંતિલાલ મોતા, રાજેશ સંઘવી, વિનોદ દોશીએ સહયોગ આપ્યો હતો. વિરાંગના સ્ક્વોડના મહિલા પોલીસ કર્મચારીગણ જશોદાબેન ધ્રાંગી, જયશ્રીબેન સાધુ, જશ્મીનબેન કુંભાર જોડાયા હતા.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer