ઓસિ.નો 2-1થી શ્રેણી વિજય આખરી વન ડેમાં વિન્ડિઝની હાર

બ્રિજટાઉન, તા. 27 : મેથ્યૂ વેડની કેરિયરની 11મી અર્ધસદીથી ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધના ત્રીજા અને નિર્ણાયક વન ડે મેચમાં 6 વિકેટે જીત મેળવીને 2-1થી શ્રેણી કબજે કરી હતી. વેસ્ટ ઇન્ડિઝની ટીમનો આખરી વન ડેમાં 4પ.1 ઓવરમાં 1પ2 રનમાં ધબડકો થયો હતો. બાદમાં ઓસ્ટ્રેલિયાએ 31 ઓવરમાં 4 વિકેટે 1પ3  રન કરીને આસાન જીત મેળવી હતી. મેથ્યૂ વેડે પ1 રન કર્યાં હતા. જ્યારે કાર્યવાહક સુકાની અને વિકેટકીપર એલેકસ કેરીએ 3પ અને ઓલરાઉન્ડર મિચેલ માર્શે 29 રનનું યોગદાન આપ્યું હતું. ઓસિ. તરફથી મિશેલ સ્ટાર્કે 43 રનમાં 3 વિકેટ લીધી હતી. એસ્ટન અગર અને આદમ ઝમ્પાએ 2-2 વિકેટ લીધી હતી. અગરે 19 રન પણ કર્યાં હતા. આથી તે મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. વિન્ડિઝ તરફથી ઇવિન લૂઇસે પપ રન કર્યાં હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer