ગુરુપૂર્ણિમાએ 5.51 લાખનું ગૌદાન અપાયું

ગુરુપૂર્ણિમાએ 5.51 લાખનું ગૌદાન અપાયું
રાતાતળાવ (તા. અબડાસા), તા. 27 : અહીંની સંત વાલરામજી મહારાજ પાંજરાપોળમાં ગુરુપૂર્ણિમાના દિવસે દાતાઓ દ્વારા ગુરુદક્ષિણા રૂપે ગૌદાન કરવામાં આવ્યું હતું. સંસ્થા સંચાલિત પાંજરાપોળમાં હાલે 5500 જેટલા ગૌવંશનો નિભાવ કરવામાં આવી રહ્યો છે. સંસ્થાની સેવાકીય કામગીરીથી પ્રભાવિત થઇ દાતાઓએ ગૌસેવા માટે રૂા. 5,51,000નું દાન આપ્યું હતું. 3,00,000નું રોકડ દાન તથા 2,51,000ના લીલો-સૂકો ચારો તથા ગોળ-ભૂસો આપવામાં આવ્યા હતા.  મુખ્યત્વે રાજુભા વેલુભા જાડેજા દાદા પરિવાર -વાડાપદ્દર રૂા. એક લાખ, આઇ શ્રી દેવલમા જીવદયા સત્સંગ સમિતિ ભુજ - એક લાખનો ગોળ તથા ભૂસો, જૈન સેન્ટર ઓફ સાઉથર્ન કેલિફોર્નિયા (યુએસએ) તથા અખિલ ભારતીય હિંસા નિવારણ સંઘ દ્વારા એક લાખનો સૂકો ચારો, સ્વ. કરસનદાસ પરસોત્તમ ચાંદ્રા પરિવાર-ગાંધીધામ રૂા. 56000, હીરજીભાઇ જેઠાભાઇ વોરા પરિવાર- માધાપર રૂા. 51000, સ્વ. શામજી શિવજી છાભૈયા મુખી પરિવાર- કોટડા જ. રૂા. 20,000નો લીલો ચારો, ઓધવરામ મહિલા સત્સંગ મંડળ જામનગર રૂા. 16000, જેરામભાઇ નરશીંભાઇ ભદ્રા- સુડધ્રો રૂા. 11000, લક્ષ્મીદાસ લીલાધર દામા પરિવાર -જખૌ રૂા. 11000 આમ વિવિધ અનેક દાતાઓ દ્વારા નાની-મોટી રકમ તથા વસ્તુદાન પણ મળ્યું હતું. રાતાતળાવ ખાતે આવતા ગૌભકતો તથા ધર્મપ્રેમીઓ  માટે કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ-મુંબઇ દ્વારા ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા અન્નક્ષેત્રમાં રાખવામાં આવી હતી. આ સિવાય ચોમાસાની સિઝન હોતાં સંસ્થા દ્વારા વૃક્ષારોપણની કામગીરી પણ દાતાઓના સહયોગથી શરૂ કરવામાં આવી હતી.વૃક્ષોના સંરક્ષણ માટે 100 નંગ લોખંડના  પિંજરા બનાવવામાં આવ્યા છે, જેની કુલ્લ કિંમત રૂા. 1,50,000ના દાતા એવા સ્વ. કરસનદાસ પરસોત્તમ ચાંદ્રા પરિવાર તથા સ્વ. હરિરામ પરસોત્તમ ચાંદ્રા પરિવાર-રામપર અબડા હાલે ગાંધીધામવાળાના હસ્તે નામકરણવિધિ કરી સંસ્થા દ્વારા પર્યાવરણને જાળવવા શરૂઆત કરવામાં આવી હતી. ગૌસેવા, માનવસેવા તથા પર્યાવરણની ઉમદા કામગીરીથી પ્રશંસિત થઇને દેવલમાં સમિતિ ભુજ દ્વારા સંસ્થાના સ્થાપક મનજી બાપુનું સન્માન પણ?કરાયું હતું, તો મનજીભાઇએ સંસ્થા વતી દાતાઓનો આભાર માન્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer