ગાંધીધામમાં કિશોરીનું અપહરણ કરનારો રાજસ્થાનથી ઝડપાયો

ગાંધીધામ, તા. 27 : શહેરના કાર્ગો આઝાદ નગરમાંથી 16 વર્ષીય કિશોરીનું અપહરણ કરનારા શખ્સને પોલીસે પકડી પાડયો હતો શહેરના આઝાદનગર વિસ્તારમાંથી ત્રણેક મહિના અગાઉ 16 વર્ષીય એક કિશોરીનું અપહરણ કરવામાં આવ્યું હતું જે અંગે બાદમાં બી-ડિવિઝન પોલીસ મથકે કિશોરીના ભાઇએ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની તપાસ કરતી  પોલીસને આ કિશોરી રાજસ્થાનના કોટામાં હોવાની બાતમી મળી હતી. પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી અને મૂળ મધ્ય પ્રદેશના હાલે આઝાદનગરમાં રહેતા રાહુલ રમેશ પરમાર નામના શખ્સને પકડી પાડયો હતો. આ શખ્સની ચુંગાલમાં કિશોરીને મુક્ત કરાવવામાં આવી હતી અને આ આરોપીની પોલીસે અટક કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer