અંતે શિણાય ડેમને ખાલી કરવાનું શરૂ

ગાંધીધામ, તા. 7 : જળ સંચયની ક્ષમતા વધારવા અર્થે વિવિધ સ્થળોએ તળાવોને ઊંડા કરવા સહિતની રાજ્ય સરકારે હિમાયત કરી છે, તો બીજી બાજુ ગાંધીધામ તાલુકાના શિણાય ડેમને ખાલી કરવા સાથે તેની માટીનો નર્મદા કેનાલનાં નિર્માણમાં ઉપયોગ કરવાના સર્જાયેલા ભારે વિવાદ બાદ અંતે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડેમની પાળ તોડીને પાણી ખાલી કરવાની દિશામાં તજવીજ હાથ ધરાઈ હતી. આ માટે નર્મદા વિભાગે ડેમને ફરી પાણીથી ભરી આપવાની બાંહેધરી પણ આપી હતી. અલબત્ત, લોકશાહીના આધારસ્તંભ એવા લોકોના વિરોધ વચ્ચે સરકારી અધિકારીઓનાં જડ વલણને વશ થઈ સરકાર અને પ્રશાસને સત્તાનાં જોરે અંતે ડેમને ખાલી કરવાનું શરૂ કર્યું હતું. મોટી માત્રામાં પાણીના વેડફાટ સંદર્ભે જાગૃત નાગરિકોમાં રોષ પ્રવર્ત્યે હતો. ગાંધીધામ તાલુકામાં આવેલા શિણાય ગામના ડેમનું અંદાજિત 18 ફૂટ પાણી ખાલી કરી તેની માટીનો નર્મદાની કેનાલનાં નિર્માણમાં ઉપયોગ કરવા માટે હિલચાલ શરૂ થતાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. જે-તે સમયે સ્થાનિક વહીવટી તંત્રે દરમ્યાનગીરીથી કામ અકટાવીને વિરોધને થાળે પાડયે હતો. થોડા દિવસ બાદ નર્મદા નિગમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે વધુ એક વખત ડેમને ખાલી કરવાની તજવીજ હાથ ધરાતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પાણી બચાવવા માટે શરૂ થયેલા આ જનઆંદોલન સામે પોલીસતંત્રે વિરોધ નોંધાવનારા ઉપર બળ પ્રયોગ કરી તેનો અવાજ બંધ કરી દેવાના પ્રયાસ કરાયો હતો. ડેમના સંગ્રહિત પાણીને બચાવવા વહીવટીતંત્ર અને