રાપરમાં પ્રાંત અધિકારીએ વહીવટી તંત્ર સાથે બેઠક યોજી કોરોનાના નિયમોની અમલવારી કરાવવા કરી તાકીદ

રાપરમાં પ્રાંત અધિકારીએ વહીવટી તંત્ર સાથે બેઠક યોજી કોરોનાના નિયમોની અમલવારી કરાવવા કરી તાકીદ
રાપર, તા. 7 : શહેર અને તાલુકામાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે આજે ભચાઉ નાયબ કલેક્ટર દ્વારા બેઠક યોજી વહીવટી તંત્રને કોરોનાના નિયમોના અમલીકરણ કરાવવા અંગે તાકીદ કરી હતી. બાદમાં આજે તંત્ર દ્વારા બજારમાં ઝુંબેશ હાથ  ધરી કોરોનાના નિયમોનું અમલીકરણ કરાવાયું હતું. રાપર શહેમાં છેલ્લા બે દિવસથી રેપિડ એન્ટિજન ટેસ્ટમાં  આજે વધુ 17 જેટલા કેસ બહાર આવ્યા હતા. આજે સાંજે પ્રાંત અધિકારી પી.એ. જાડેજાના અધ્યક્ષ સ્થાને  સ્થાનિક વહીવટી તંત્રની બેઠક યોજાઈ હતી. જેમાં રસીકરણની ઝુંબેશને વધુ વેગવંતી બનાવવા તાકીદ કરી હતી. વધતા જતા સંક્રમણ વચ્ચે શહેરમાં માસ્ક, સામાજિક અંતર સહિતના નિયમોને નેવે મૂકી દેવાયા  છે. વધતા જતા સંક્રમણ વચ્ચે નિયમનોની અમલવારીનો અભાવ શહેર અને તાલુકા વચ્ચે  ઘાતક સાબિત થશે. પ્રાંત અધિકારીએ કોરોનાની માર્ગદર્શિકાનો ભંગ કરતા  વેપારીઓ, વાહનચાકો સામે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા. શહેરની  સાંકડી બજારમાં વાહનોની અવરજવર વચ્ચે બજારમાં કયાંય સામાજિક અંતર જળવાતું  ન હોવાની વ્યાપક રાવ ઊઠી છે. આ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી આર.કે. રાઠવા, મામલતદાર એચ.જી. પ્રજાપતિ,  સુધરાઈના મુખ્ય અધિકારી મૌલિકસિંહ વૈશ, આંકડા અધિકારી ડી.જે. ચાવડા, નાયબ મામલતદાર મહેશ ઠક્કર, પી.એસ.આઈ. જી.જી. જાડેજા, એન.ડી. પરમાર વિગરે હાજર રહ્યા હતા. પ્રાંત અધિકારી સાથેની બેઠક બાદ વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા બજારમાં તપાસ કરાઈ હતી અને વેપારીઓને લોકોને કોરોનાના નિમયોની અમલવારી કરવા અંગેની સૂચના આપવામાં આવી હતી. આ દરમ્યાન પોલીસ પ્રશાસન દ્વારા માસ્ક ન પહેરનારા લોકો સામે દંડનાત્મક કાર્યવાહી પણ કરાઈ હતી.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer