સૌથી શ્રેષ્ઠ નિકાહ એ જ જે ઓછા ખર્ચમાં કરાય

સૌથી શ્રેષ્ઠ નિકાહ એ જ જે ઓછા ખર્ચમાં કરાય
અંજાર, તા. 7 : ઇત્તિહાદુલ મુસ્લેમિન-એ-હિંદ ટ્રસ્ટ અને અન્ય સહયોગી સંસ્થાઓનાં સહયોગથી ચોથી સમૂહશાદી આગરિયા ફાર્મ, અંજાર ખાતે સંપન્ન થઇ હતી. જેમાં કુલ 23 દુલ્હા-દુલ્હન નિકાહ બંધનમાં બંધાયા હતા. પ્રારંભે કુર્આનની તિલાવતથી મૌ. શોકતઅલી અકબરી દ્વારા કરાઇ હતી. સૈયદ સમાજના યુવા આગેવાન સૈયદ અનવરશા બાવા તથા જાફરશા બાવા દ્વારા મકબુલ નાતાથી સૌગે ઝુમલા કર્યા હતા. સમારોહના મુકરીરે ખાસ મૌ. આબુદુઝાનાએ જણાવ્યું કે, સૌથી શ્રેષ્ઠ નિકાહ એ જ છે જે ઓછામાં ઓછા ખર્ચથી કરવામાં આવે. આવા સમૂહશાદી સમારોહથી જ આપણે સાદગી અને ઓછા ખર્ચમાં વધુ નિકાહની અદાયગી થઇ શકે તેમ કહી દુલ્હા, દુલ્હનને મુબારકબાદી પાઠવી હતી. કાર્યક્રમના એનાઉન્સર અને હાજીપીર મસ્જિદના ઇમામ મૌ. મુસાએ જણાવ્યું કે, ઇત્તિહાદુલ મુસ્લેમિન-એ-હિંદ જેવી સામાજિક સંસ્થાઓ સમાજ માટે જે સેવાકીય કાર્યો કરી રહી છે, જે આવકાર પાત્ર છે. સમૂહશાદીના પ્રણેતા હાજી જુમ્માભાઇ રાયમાએ કહ્યું કે, સમૂહશાદીથી સમાજને આપણે કુપ્રથાઓથી દૂર રાખી શકાય છે. સમૂહશાદીમાં મોટા ભાગના ભાગ લેનારા દુલ્હા-દુલ્હનો પાસેથી કોઇ  ફી લેવાઇ નહોતી, આયોજક સમિતિના પ્રમુખ અને ઇત્તિહાદુલ મુસ્લેનિ-એ-હિંદના પ્રમુખ હાજી મોહમ્મદભાઇ આગરિયાએ જણાવ્યું કે, સંસ્થા દ્વારા આવનારા સમયમાં પણ આ પ્રકારનાં સમાજ ઉપયોગી કાર્યોને પ્રાધાન્ય અપાશે. મુસ્લિમ અગ્રણી શાહનાવઝ શેખે શુભેચ્છા પાઠવી હતી. સમારંભના અધ્યક્ષ અને નિકાહ પઢાવનારા મુફતી-એ-કચ્છ અલ્હાઝ?હાજી અહેમદશાહ બાવાના પુત્ર હાજી અનવરશા બાવાએ નિકાહ ખ્વાનીની અદાયગી કરાવી હતી. સમારંભમાં જહેમત ઉઠાવનારા સલીમભાઇ રાયમા તથા તેમની ટીમ રાયમા યૂથ સર્કલ, મુસ્લિમ યૂથ સર્કલ, આગરિયા યૂથ સર્કલ સંસ્થાઓનું હાજી  જુમ્માભાઈ, હાજી મોહમ્મદભાઇ આગરિયા દ્વારા તેમજ જુમ્માભાઇ તથા મોહમ્મદભાઇ હાજી અનવરશા સૈયદ દ્વારા અભિવાદન કરાયું હતું. આ અવસરે સામાજિક આગેવાનો હાજી નૂરમામદ રાયમા, યુસુફભાઇ સંઘાર, અસરફશા સૈયદ, જુસબશા સૈયદ, હબીબા સૈયદ, હૈદરશા પીર, મહેબૂબભાઇ ભીમાણી, અસરફભાઇ પાસ્તા, ભાકરશા પીરજાદા, ગુલામશા શેખ (એડવોકેટ), સિધિકભાઇ નારેજા (એડવોકેટ), રાજકીય આગેવાનો - જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઇ ડાંગર, માનવતા ગ્રુપ પ્રમુખ ગોવિંદભાઇ દનિચા, અયુબભાઇ મથડા, મહિલા અગ્રણી હાજીઆણી સલમાબેન ગંઢ, રફીકભાઇ બારા, નાસીરખાન પઠાણ, ઇમ્માનુલ્લા (ઇન્દોર), ઓસમાણગની આગરિયા, અદ્રેમાન ખત્રી, ઇલિયાસ ખત્રી, હાજી દાઉદ ખત્રી, ઉંમરભાઇ બાવા, સલીમભાઇ કુંભાર, નાસીર વોરા વિ. ઉપસ્થિત રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer