લુણીને તાલુકા મથક સાથે જોડતો માર્ગ બનવા લાગ્યો ખરાબ, સમારકામ જરૂરી

લુણીને તાલુકા મથક સાથે જોડતો માર્ગ બનવા લાગ્યો ખરાબ, સમારકામ જરૂરી
વવાર (તા. મુંદરા), તા. 7 : મુંદરાને ગાંધીધામ સાથે જોડતા અને વડાલા પાસેથી લુણી ગામ થઈને મુંદરાને જોડતા રસ્તાનું સમારકામ જરૂરી છે. આ રસ્તો ટોલનાકાનો પાયો નખાયો છે ત્યારથી સતત ધમધમતો છે અને નાના વાહનો અહીંથી ઘણા પસાર થાય છે. ત્યારે આ રસ્તાની મરંમત થાય અને નવા ડામરથી મઢી દેવામાં આવે તો આ રસ્તે પસાર થતાં વાહનચાલકો માટે રાહત રહે. આ રસ્તે વચ્ચે એક પાપડી જે વડાલા-લુણી વચ્ચે છે એની વચ્ચે નાના ગાબડાં પડી ગયા છે અને થોડીક ભયજનક પણ છે. વરસાદમાં તો વધારે પાણી નીકળતાં અહીં રસ્તો ગયા ચોમાસે બંધ પણ પડી ગયો હતો. વાહનચાલકો જણાવી રહ્યા છે કે આ જગ્યાએ એક નાનકડો પુલ બનાવી દેવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓનો અંત આવી શકે એમ છે. રાત્રે આ પાપડી વધારે જોખમી સાબિત થઈ શકે એમ છે. ફુલ લાઈટોથી આવતા આ વાહનો આ પાપડી પાસે ઓચિંતા આ ગાબડાઓ પાસે પહોંચતા હોય છે ત્યારે વાહનને કાબૂ કરવું ખૂબ મુશ્કેલ થઈ પડે છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer