પંજાબમાં જવાનોને સફળતા : બે પાક ઘૂસણખોર ઠાર

અમૃતસર, તા. 7 : સીમા સુરક્ષા દળ અને પોલીસ જવાનોએ સંયુક્ત કાર્યવાહી કરતાં બુધવારે સવારે પંજાબમાં અમૃતસરના સીમાવર્તી લોપોકે ક્ષેત્રના કક્કડ ગામમાં બે પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યા હતા. તલાશી દરમ્યાન ઘૂસણખોરો પાસેથી બે એકે-47, 45 કારતૂસ અને 22 કિલો હેરોઇન કબ્જે કરાયા હતા.પાકિસ્તાની તસ્કરો હથિયાર અને હેરોઇનની ખેપ સાથે ઘૂસવાના છે તેવી બાતમીના આધારે પોલીસ અને બીએસએફના જવાનોએ સાથે મળીને અભિયાન છેડતાં સફળતા મેળવી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer