જી.કે.માં 100થી વધુ દર્દી ઓક્સિજન-વેન્ટિલેટર ઉપર

ભુજ, તા. 7 : કચ્છમાં કોરોનાના કહેર અને ભયના માહોલ વચ્ચે રાત્રિ કર્ફ્યુએ ચિંતાને ઘેરી બનાવી છે ત્યારે સરકારી વેન્ટિલેટર કેટલા એ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સી.ડી.એચ.ઓ.એ જણાવ્યું કે, 84 ઉપલબ્ધ છે. જી.કે. જનરલ હોસ્પિટલમાં ઉપલબ્ધ વેન્ટિલેટર અંગે સી.ડી.એચ.ઓ. ડો. કશ્યપ બૂચે જણાવ્યું કે, મંગળવારે સવારે કોરોના વોર્ડમાં દાખલ 154 દર્દી પૈકી 81 ઓક્સિજન પર, 4 દર્દીને એચ.એફ.એન.સી. ઉપર (જેમાં ઓક્સિજન ફોર્સથી અપાય), 14 બાયપેપ ઉપર જ્યારે ત્રણ દર્દીને વેન્ટિલેટર ઉપર સારવાર અપાઇ રહી છે.ભુજ પાસેના ગડા પાટિયાની વાયબલ કોવિડ કેર સેન્ટરમાં 100 બેડની ઉપલબ્ધીના 16 આઇ.સી.સી.યુ. અને પાંચ વેન્ટિલેટર છે.ગાંધીધામની રામબાગ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ વિશે તા. આરોગ્ય અધિકારી ડો. સુતરિયાને પૂછતાં તેમણે પાંચ વેન્ટિલેટર છે પણ દાખલ 10 દર્દીમાંથી કોઇ વેન્ટિલેટર પર નથી.જી.કે. જનરલ હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિ. ડો. નરેન્દ્ર હીરાણીને કોવિડ વોર્ડમાં ઉપલબ્ધ ઉપકરણો વિશે પૂછતાં જણાવ્યું કે, 300 બેડની ક્ષમતા ઊભી કરાઇ છે જેમાં 228 ઓક્સિજનવાળી, 33 બાયપેપ, 12 એચ.એફ.એન.સી. અને 33 વેન્ટિલેટરની સુવિધા છે.અંજારની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અંગેની વિગતો તા.આ. અધિકારી ડો. રાજીવ અંજારિયાને પૂછતાં 26 બેડ છે જે તમામ પથારી ફૂલ છે, પાંચ વેન્ટિલેટર હોવાનું જણાવી ઉમેર્યું  કે, તાલીમ સ્ટાફ ન હોવાથી ઉપયોગમાં લઇ?શકાતા નથી. કોરોનાના અત્યારે 26 દર્દી દાખલ હોવાથી તમામ પથારી ભરેલા છે.માંડવીની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના સુપ્રિ. ડો. કિશોરકુમાર રોયને પૂછતાં તેમણે વેન્ટિલેટર ન હોવાનું અને કોરોનાના બે દર્દી દાખલ હોવાનું જણાવ્યું હતું.મસ્કાની એન્કરવાલા જનરલ હોસ્પિટલને 100 બેડની મંજૂરી અપાઇ?છે તેવું હોસ્પિટલના વડા ડો. કૌશિક શાહે જણાવ્યું કે, હાલે 47 દર્દી દાખલ છે જેમાંથી 9 બાયપેપ ઉપર અને 23 ઓક્સિજન ઉપર સારવાર લઇ રહ્યા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer