કંડલા બંદરની સુરક્ષા અર્થે એન.એસ.જી. સક્રિય

ગાંધીધામ, તા. 7 : દેશના તમામ મહાબંદરોમાં મોખરાનું સ્થાન ધરાવતા તેમજ વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્ત્વના એવા દીનદયાળ (કંડલા)?મહાબંદરની સુરક્ષા અર્થે નેશનલ સિક્યોરિટી ગ્રુપ (એન.એસ.જી.) સક્રિય બન્યું છે. આ દળના ત્રણ સભ્યોની એક ટુકડી ગઇકાલથી ત્રણ દિવસની મુલાકાતે અહીં આવી છે. દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ (ડીપીટી)ના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી પ્રમાણે કંડલા બંદરની સુરક્ષા અર્થે એજન્સીઓ સતર્ક બની છે. વરસો પહેલાં બંદર ઉપર ભંગાર સાથે આવેલા અને પડી રહેલા નિક્રિય મનાતા યુદ્ધ સરંજામ (બોમ્બ, રોકેટ લોન્ચર વગેરે)ને વરસો બાદ હટાવી લેવાતાં રાહતનો શ્વાસ એજન્સીઓએ લીધો છે પરંતુ જો ત્રાસવાદીઓ અહીં ઘૂસી આવે તો શું થાય ? તે દિશામાં હવે ધ્યાન કેન્દ્રિત કરાયું છે.એન.એસ.જી.ની ટીમે અહીં આવીને મહાબંદરનું મુખ્ય પ્રવેશદ્વાર, સિગ્નલ સ્ટેશન, લાઇટ હાઉસ, ઉચ્ચાધિકારીઓની કચેરીઓ વગેરેનું નિરીક્ષણ હાથ?ધર્યું છે. સાથેસાથે સુરક્ષા વ્યવસ્થાની જાણકારી  પણ  મેળવી છે. સ્થાનિક પોલીસ પણ સહયોગી બની રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, જો મહાબંદરે કોઇ ત્રાસવાદી ઘૂસી આવે તો તેનો કઇ?રીતે સામનો કરવો, તેમને કઇ?રીતે મારી હટાવવા વગેરે બાબતે એન.એસ.જી. નિષ્ણાત માર્ગદર્શન આપશે. હજુ આ?ટીમ આવતીકાલે પણ વિવિધ વિસ્તારની મુલાકાત લેશે. વર્ષ 2020-21માં 117 મિ. મે. ટન કાર્ગોની હેરફેર કરીને આ મહાબંદર સતત 14મા વરસે દેશમાં અવ્વલ રહ્યું છે. દેશના વિકાસમાં તેનું યોગદાન અન્યોની આંખમાં કણાની માફક ખૂંચે તે સ્વાભાવિક છે. આવા સંજોગોમાં કોઇ રાષ્ટ્રવિરોધી તેને નુકસાન ન પહોંચાડે તે દિશામાં તમામ એજન્સીઓ મોડે મોડે પણ સક્રિય બની છે.મહાબંદર ઉપર આવતા હેવી મેટલ ક્રેપ સાથે ગત વરસ 2004-05માં આવી ગયેલી યુદ્ધ સામગ્રીના મોટા જથ્થાને વરસો બાદ બંદરથી બહાર કાઢવામાં આવ્યો છે. આ અંગે પણ અનેક વખત અખબારોમાં લખાયા પછી અંતે નિર્ણાયક પગલું લેવાયું છે. હવે એન.એસ.જી.એ મારેલી લટારે આ બંદરની મહત્ત્વતામાં ઓર વધારો કર્યો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer