કીડિયાનગરમાં ભત્રીજાએ કાકાની હત્યા નીપજાવી

રાપર, તા. 7 : શહેરમાં બાઈક અથડાવાની બાબતે બબાલ થયા બાદ યુવાનની હત્યાના પ્રયાસનો બનાવ તાજો જ છે ત્યા આજે તાલુકાના કીડિયાનગર ગામમાં પ્રવીણ વેરસી કોલીની તેના ભત્રીજાએ જ ધોકા વડે માર મારી હત્યા નીપજાવી હોવાનો બનાવ પ્રકાશમાં આવતાં ચકચાર પ્રસરી હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ મામલે મૃતકની પત્ની મીરાબેન પ્રવીણ કોલીએ આરોપી નરશી ઉર્ફે હચુ ભીખુ (રહે લાંબરીયા વાડી વિસ્તાર) સામે  આડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.  હત્યાનો આ બનાવ ગત તા. 6ના સાંજના  5.30 વાગ્યાના અરસામાં લંબરીયા વાડી વિસ્તારમાં રામા રાણા બાયડના ખેતરમાં બન્યો હતો. હતભાગી યુવાન અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. મૃતકે તેની પત્નીને મોબાઈલ ચાર્જમાં મૂકવાનું કહ્યું હતું. પત્નીએ પછી મૂકું  તેવું કહેતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો.  ઉશ્કેરાયેલા પતિએ આક્રોશમાં તેની પત્ની ઉપર ધારિયું ઘા કર્યું હતું. અને માર માર્યો હતો. ભયભીત થયેલી પત્નીએ ઘરની બહાર નીકળી દોટ  લગાવી હતી. આ દરમ્યાન  મૃતક યુવાન પણ તેની પત્નીને મારવા પાછળ દોડયો હતો.રસ્તામાં આરોપી ભત્રીજા નરશીએ કાકીને કેમ મારો છો તેવું કહેતાં મૃતકે બોલાચાલી કરી હતી. જેથી ઉશ્કેરાયેલા ભત્રીજાએ કાકાને ધોકા ફટકાર્યા હતા. ગંભીર ઈજાઓથી તેનું તત્કાળ મોત નીપજયું હતું. ગત મોડી સાંજે બનાવ બહાર આવતાં આડેસર પોલીસે ઘટના સ્થળે 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer