સાયકોલોજિકલ વેબિનારમાં 134થી વધુ વાલી જોડાયા

ભુજ, તા. 7 : સામાન્ય રીતે દરેક મા-બાપને ઇચ્છા હોય છે કે, પોતાનું બાળક સંપૂર્ણ માનસિક રીતે સ્વસ્થ હોય તથા જીવનના દરેક તબક્કામાં યોગ્ય વર્તન તથા અભ્યાસમાં આગળ વધે. ઘણી વખત મનોવૈજ્ઞાનિક તકલીફ તથા બાળમનોરોગો, ઓટીઝમ, બોલવામાં ખામી, ડિપ્રેશન, મેનીયા, ધૂનરોગ, પર્સનાલીટી ડિસઓર્ડર જેવી સ્થિતિને કારણે આ પ્રકારની તકલીફ ધરાવતું બાળક કે વ્યકિત યોગ્ય રીતે અભ્યાસ કરી શકતું નથી. સાયકોલોજીકલ વેબિનાર કાઉન્સેલીંગ વર્કશોપનું આયોજન રોટરી ક્લબ ઓફ મુંદરા તથા ગીતા હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું હતું. રીસોસ પર્સન તરીકે ગુજરાતના જાણીતા ફીઝા કાકાજીવાલા (ડાયરેક્ટર-ઓટીઝમ કેર ગુજરાત) રહ્યા હતા. ઉપરાંત ડીસ્લેક્સિયા તથા એસએલડી ધરાવતા બાળકોના માતા-પિતા માટે એક મનોવૈજ્ઞાનિક વર્કશોપનું આયોજન પણ સાથે હાથ?ધરાયું હતું. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે રોટરી પ્રમુખ મનોજ તન્ના, સેક્રેટરી રાકેશ ફાગરિયા, અતુલ પંડયા, હિરેન સાવલા, દિલીપ ગોર ગીતા હોસ્પિટલના ડો. કુંદન મોદી, ડો. રાહુલ પટેલ દ્વારા વ્યવસ્થા સંભાળાઇ હતી. વર્કશોપ યોજી મોટા પ્રમાણમાં બાળકો તથા વિદ્યાર્થીઓને લાભ આપવા પર ભાર મૂકયો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer