વિકાસકાર્યોનાં ભાથાં સાથે ભાજપે જનમત માગ્યો

વિકાસકાર્યોનાં ભાથાં સાથે ભાજપે જનમત માગ્યો
ભુજ, તા. 24 : વોર્ડ નં. 10ના શાખા કાર્યાલયનું ઉદ્ઘાટન ભુજના હોસ્પિટલ રોડ ખાતે અંબાજી મંદિર પાસે વિવિધ સમાજના અગ્રણીઓ અને પક્ષના આગેવાનોની ઉપસ્થિતિમાં કરાયું હતું. ત્યારબાદ હોસ્પિટલ રોડ સ્થિત વર્ધમાનનગર, નાગરિક સોસાયટી, જલારામ સોસાયટી, અંબિકા સોસાયટી, આદર્શ?સોસાયટી સહિતના વિસ્તારમાં પ્રચાર-પ્રસાર કરાયો હતો. ડોર-ટુ-ડોર પ્રચાર ઝુંબેશમાં હોસ્પિટલ રોડને સંલગ્ન વોર્ડ નં. 10ના વિસ્તારોના મતદારો સમક્ષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આલેખેલી અલબેલી વિકાસગાથા અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપેલા સક્ષમ, સમર્થ અને સંવેદનશીલ નેતૃત્વનો ઉલ્લેખ કરી તેમની કંડારેલી કેડી પર ચાલીને આ વિસ્તારમાં અનેક વિકાસકાર્યોને સફળતાપૂર્વક સાકાર કરનારા પૂર્વ?નગરસેવકો રાહુલભાઈ ગોર, ભરતભાઈ રાણા અને જાનકીબેન ભટ્ટની નેત્રદીપક કામગીરીના આધારે આગામી ચૂંટણીમાં ભાજપ તરફી જનમત માગવા અપીલ કરાઈ હતી. આ વિસ્તાર અંતર્ગત આવતા વર્ધમાનનગર ખાતે સી.સી. રોડનું કામ પૂર્ણ?કરાયું. અંબિકા સોસાયટીમાં જૂની પાઈપલાઈનના કારણે વર્ષોથી સતાવતી પાણીની સમસ્યા નવી પાઈપલાઈન પથરાવી દૂર કરાતાં સમગ્ર વિસ્તારના લોકોમાં ભાજપ પ્રત્યે સંતોષની લાગણી ફેલાઈ હતી. આ ઉપરાંત જલારામ સોસાયટી, નાગરિક સોસાયટી તેમજ સંતોષ ટાવર પાસે સી. સી. રોડ તથા ઠેર ઠેર પેવરબ્લોકના કાર્યો પરિપૂર્ણ કરાતાં વિસ્તારની શોભામાં ચાર ચાંદ લાગ્યા હતા. આવા અનેક રચનાત્મક વિકાસકાર્યોનું ભાથું લઈ આજે જ્યારે ભાજપના ઉમેદવારો ઘનશ્યામ રસિકલાલ ઠક્કર, કશ્યપ પ્રવીણચંદ્ર ગોર (કાનો), રસિલાબેન પંડયા અને રેહાનાબેન નોડેએ પ્રચાર અભિયાન આદર્યું ત્યારે શહેરના નામાંકિત ડોકટરો, ધારાશાત્રીઓ, વેપારીઓ સહિત લોહાણા અને જૈન મહાજનના આગેવાનો ઉપરાંત સમાજના ભદ્ર અને શિક્ષિત વર્ગના અનેક અગ્રણીઓ સ્વયંભૂ સાથે જોડાયા હતા. ઠેર ઠેર પગપાળા સાથે ફરી ભાજપ અને ભાજપના જનપ્રતિનિધિઓના સુશાસનની દુહાઈ આપી મતદાતાઓને ભાજપ તરફી સંપૂર્ણ પેનલને વિશાળ બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી.કાર્યાલય ઉદ્ઘાટન તેમજ પ્રચાર-પ્રસાર દરમ્યાન શીતલ શાહ, રાહુલ ગોર, બાપાલાલ જાડેજા, બાલક્રિષ્ન મોતા, જિગર શાહ, હરેશ કતિરા, ડો. મુકેશ ચંદે, કિરીટ સોમપુરા, વિનોદ મહેતા, કમલ વોરા, નિશાંત વાસુદેવ ઠક્કર, આકાશ દાવડા, મુકેશ ગઢેચા, વિમલ મહેતા, કુંવરગર ગુંસાઈ, હરેશ ઠક્કર, અમિત ચંદે, કમલ કારિયા, મીત પૂજારા, જેન્તી ઠક્કર, મહેન્દ્ર (પરિધાન), રવિલાલ કતીરા, ડો. હિમાંશુ મોરબિયા, કમલેશ ઘીવાળા, સંદીપ શાહ, મહેન્દ્ર મોરબિયા, ધીરેન ઠક્કર, કલ્પેશ ઠક્કર, અજિત ઠક્કર, નરેન્દ્ર ચંદુરા, હર્ષદ ઠક્કર, દીપેશ મહેતા, અરવિંદ જગશી મહેતા, કેતન ગોર, જવાહર મોતા, તાપસ શાહ, પીયૂષ ઠક્કર, અર્જૂન ગોર, નીતિન ગોર, અરવિંદ ઠક્કર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer