પરિણામ પૂર્વે જ ભુજનો વોર્ડ નં. 2 ભાજપના રંગે રંગાયો

પરિણામ પૂર્વે જ ભુજનો વોર્ડ નં. 2 ભાજપના રંગે રંગાયો
ભુજ, તા. 24 : ભુજ નગરપાલિકા સામાન્ય ચુંટણી અંતર્ગત જંગી જનમેદનીની ઉપસ્થિતિમાં વોર્ડ નં.ર ના ભાજપના ઉમેદવારોના ચુંટણી પ્રચાર મધ્યસ્થ કાર્યાલયનું પૂર્વ નગરપતિ નરેન્દ્રભાઈ મેઘજી ઠકકર, જિલ્લા ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ રાહુલ ગોર, ભરત રાણા, આમદ જત, કાસમ ગગડા, કાસમ કુંભારના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. આ ઉદઘાટન સમારોહમાં વોર્ડ નં.ર ના મતદાતાઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ચુંટણી અગાઉ જ સમગ્ર વિસ્તાર ભાજપના રંગે રંગાઈ ગયો અને સ્પષ્ટ આગોતરું જનસમર્થન આપતો હોય એવો માહોલ વર્તાઈ રહયો હતો.કોમીએકતા, શાંતિ અને અમનના પ્રતીકરૂપ વોર્ડ નં.ર માં હિન્દુ-મુસ્લિમ મતદાતાઓ પરસ્પર પ્રેમ અને ભાઈચારાથી રહે છે અને આથી જ આ વોર્ડને કોમીએકતાની ઓળખ અને પ્રતિબધ્ધતાના પ્રતીકરૂપ ગણાય છે.  લોકોએ ઉમેદવારોને સમર્થન સાથે સમગ્ર પેનલને જંગી બહુમતી સાથે વિજયી બનવા શુભેચ્છા પાઠવી હતી.  આ પ્રસંગે નરેન્દ્રભાઇઁ જણાવ્યું કે, કોંગ્રેસના નેતાઓ ફકત ચુંટણીના સમયમાં જ પ્રજાને યાદ કરે છે. કચ્છ અને ભુજની શાણી પ્રજા કોંગ્રેસની આવી તકવાદી માનસિકતાને પૂર્ણપણે ઓળખી ચૂકી છે.  રાહુલ ગોરે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારોએ અનેક લોક કલ્યાણલક્ષી યોજનાઓ અમલમાં મુકી છે. દિનદયાલજીના અંત્યોદયના સિધ્ધાંતને સાર્થક કરતી આવી તમામ યોજનાઓ છેવાડાના માનવીને સીધી રીતે સ્પર્શે છે અને લાભાન્વિત કરે છે. વોર્ડ નં.ર ના ચારેય ઉમેદવારો નિર્મલાબેન સંજયભાઈ મહેશ્વરી, ફાતમાબાઈ હુસેન જત, અકરમભાઈ અલીમામદ ગગડા, અંબાલાલભાઈ પ્રેમજી રાજગોરે પણ પ્રાસંગીક ઉદબોધનમાં આગામી પાંચ વર્ષમાં આ વિસ્તારની માળખાકીય પાયાની સગવડોને વધુ સજજડ બનાવવાના કોલ આપ્યા હતા. આ પ્રસંગે જુસાભાઈ ધલ, સુલેમાન અલીશા શેખ, મામદશા કાસમશા શેખ, ઓસમાણશા જમનશા શેખ, ઈસબશા અલીશા શેખ, મામદ લાડક, રફીક બાવા, સુલેમાન કુંભાર, ફૈઝલ ગગડા, ધનજીભાઈ વઢીયારા, મામદ હુસેન શેખ, અલીભા દાઉદ સમા, રફીક દાઉદ સમા, નાનજીભાઈ જોગી, હાજીભાઈ ખત્રી, જેન્તીભાઈ મણીલાલ, બાબુભાઈ લતીફ ગગડા, ઈસ્માઈલભાઈ લાખાણી, ગફુર રમજાન ત્રાયા, હુસેનભાઈ જત, ઈમ્તીયાજભાઈ જાકબ ગગડા, અબ્દુલભાઈ ગગડા, ઈકબાલભાઈ ગગડા, નાનબાઈ લધુ મહેશ્વરી, સમા દાઉદ અલીમામદ, રફીકભાઈ દાઉદ સમા, અનવરભાઈ હુસેન વર્યા, સવજીભાઈ વેરશી કોલી, મોહનભાઈ કોલી, નરશીભાઈ જોગી (સમાજ પ્રમુખ), કુંવરજીભાઈ રાજગોર ઉપસ્થિત રહયા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer