અંતિમધામ માટે દાન એ મહાન ધર્મ

અંતિમધામ માટે દાન એ મહાન ધર્મ
ગઢશીશા (તા. માંડવી), તા. 24 : જીવનના ભૌતિકવાદ, પ્રાથમિક સુવિધા મેડિકલ સેવા જેવી પ્રવૃત્તિ માટે તો દાતાઓ સતત દાન આપતા જ રહે છે પરંતુ જીવનના અંતિમ ધામ માટે દાન આપવું એ મહાન ધર્મનું કાર્ય છે એવું અંબાજી મંદિરના પૂ. ચંદુમાએ ગઢશીશા સમસ્ત હિન્દુ અંતિમધામ (સ્મશાન ગૃહ)ના નવીનીકરણ બાદ લોકાર્પણ કાર્યક્રમમાં આશીર્વચન પાઠવતાં જણાવીને તલકશી પાલણ વિસરિયા પરિવારની ગામ તથા વિવિધ ક્ષેત્રે દાનની પ્રવૃત્તિ બિરદાવી હતી અને પોતે સાધુ જીવન વિતાવતા હોવા?છતાં તેમને અગ્નિ સંસ્કાર આપવામાં આવે તેવો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે દાતા પરિવારના મૂળ ગઢશીશાના જ અને મુંબઇ દવાના ઉદ્યોગ સાથે સંકળાયેલા કીર્તિભાઇ તલકશી પાલણ વિસરિયાએ નૂતનીકરણમાં સહભાગી તમામ સમિતિના સભ્યોનો આભાર વ્યક્ત કરી ગામના દરેક ક્ષેત્રના વિકાસ માટે  તત્પરતા દાખવી હતી. ભાઇલાલભાઇ છાભૈયા અને સતત ત્રણ પેઢીથી સ્મશાન ભૂમિના વ્યવસ્થાપન માટે સક્રિય લાલજીભાઇ શિવજી ગણાત્રાએ પણ દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. મંચ પર દાતા પરિવારના મોવડી રતનશીભાઇ તલકશી પાલણ વિસરિયાએ મુંબઇથી શુભેચ્છા પાઠવી હતી તો દાતા પરિવારના મુંબઇથી ખાસ કેયૂરભાઇ વિસરિયા તથા ભારતીબેન દેવેન્દ્ર શાહ હાજર રહ્યા હતા. દાતા પરિવાર અને અંતિમધામ સમિતિ વચ્ચે સેતુ બનનાર નરેન્દ્રભાઇ ટી. આચાર્ય, જીજ્ઞેશભાઇ દેઢિયા (સીએ.),અનિલસિંહ જાડેજા, સોહિતભાઇ દેઢિયાનું વિશેષ સન્માન કરાયું હતું.કાર્યક્રમમાં કચ્છ યુવક સંઘના કોમલભાઇ છેડા, લક્ષ્મીચંદભાઇ શાહ, એ.પી.એમ.સી.ના પૂર્વ ચેરમેન નારાણભાઇ ચૌહાણ, પૂર્વ ડાયરેકટર પરસોત્તમ વાસાણી, તાલુકા પંચાયત કારોબારી પૂર્વ ચેરમેન કાનજીભાઇ સંગાર, જિલ્લા ભાજપના રેખાબેન દવે, મુસ્લિમ સમાજના અગ્રણી અબ્દુલભાઇ રાયમા, હાજી સુલેમાન મેમણ વિગેરે આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્મશાન ગૃહના કાર્યમાં સતત દિવસ રાત મહેનત કરનાર રાજાભાઇ ચોથાણી, પ્રકાશ ભગવાનદાસ ઠક્કર, દિલીપ જોશી, દિલીપસિંહ જાડેજા, જેન્તીભાઇ શાહ, ત્રિલેશ ગજ્જર, અશ્વિનભાઇ સોની વિગેરે સાથે અહીં ઉપયોગી તમામ લોકોને પણ સન્માનિત કરાયા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer