દશ વર્ષ સુધી નાસતા-ફરતા રહેલા હુમલાના કેસના ચાર આરોપી ઝડપાયા

દશ વર્ષ સુધી નાસતા-ફરતા રહેલા હુમલાના કેસના ચાર આરોપી ઝડપાયા
ભુજ, તા. 24 : મારામારી અને હુમલાને સંલગ્ન શરીર સબંધી ગુનાની વ્યાખ્યા તળે આવતા કેસમાં છેલ્લા 10 વર્ષથી કાયદાના રક્ષકોને હાથતાળી આપીને ભાગેડુ રહેલા ચાર પરપ્રાંતીય આરોપીને દબોચી લેવામાં મુંદરા મરિન પોલીસે અંતે સફળતા મેળવી છે. લોકેશનના આધારે પગેરું દબાવી કડીબદ્ધ પગલાં લેવા સાથે પોલીસ ટુકડી આ નાસતાફરતા તહોમતદારો સુધી પહોંચી હતી. જાનથી મારી નાખવાની ધમકી સાથેનો આ હુમલાકેસ વર્ષ 2011માં પોલીસ દફતરે નોંધાયો હતો. જે કિસ્સામાં દાયકા બાદ મૂળ મધ્યપ્રદેશના વતની એવા આરોપી અરાવિંદ બાલનાથ ઉર્ફે બેજનાથ તિવારી, રવીન્દ્રકુમાર બાલનાથ ઉર્ફે બેજનાથ તિવારી, સંજય અવસ્તી  રાજીવ વલોચાસ્વતી બ્રાહ્મણ અને રાજેશકુમાર રામકૃપાલ મિશ્રાને પકડી પાડવામાં પોલીસ સફળ રહી છે. સતાવાર સાધનોએ આપેલી માહિતી મુજબ મુંદરા પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર જી.વી. વાણિયા સાથેની ટુકડીએ લોકેશન આધારે આ ભાગેડુ શખ્સોનું પગેરું દબાવી કડીબઘ્ધ પગલા લેવા સાથે તેમના સુધી પહોંચીને તેમને દબોચ્યા હતા. દશ વર્ષ પહેલાના ગુના કામે વિધિવત ધરપકડ કરાયા બાદ આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઇ હતી.  કાર્યવાહીમાં પી.એસ.આઇ. શ્રી વાણિયા સાથે સ્ટાફના સુરેશ યાદવ, પુનશી ગઢવી, સિદ્ધરાજાસિંહ ઝાલા, યશપાલાસિંહ રાઠોડ, દિનેશ ગોહિલ વગેરે જોડાયા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer