ભુજના વોર્ડ નં. 7માં ફરી કમળ ખીલવા વિશ્વાસ વ્યક્ત

ભુજના વોર્ડ નં. 7માં ફરી કમળ ખીલવા વિશ્વાસ વ્યક્ત
ભુજ, તા. 24 : વોર્ડ નં. 7માં ભાજપના ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર અને જનસંપર્ક ચરમસીમાએ પહોંચ્યો છે અને સમગ્ર વિસ્તારમાં ઉમેદવારોને ઘરે-ઘરે આવકાર સાથે પ્રચંડ જનસમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે. આ ડોર-ટુ-ડોર પ્રચાર અભિયાનમાં સ્થાનિક રહેવાસીઓએ ઠેર ઠેર ભાજપની પેનલના ચારે ઉમેદવારો મહિદીપસિંહ જાડેજા, કમલભાઇ ગઢવી, રશ્મિબેન સોલંકી, સાવિત્રીબેન જાટને હરખભેર આવકાર આપી ફૂલહારથી સ્વાગત કર્યું હતું તેમજ કુમકુમ તિલકથી સૌને વધાવી ભવ્ય વિજયની શુભકામનાઓ પાઠવી હતી. આ વોર્ડમાં પાછલા પાંચ વર્ષોમાં ડો. રામભાઇ ગઢવી સહિતના નગરસેવકોએ કરેલી ઉત્કૃષ્ટ કામગીરીના પ્રતિસાદરૂપે સમગ્ર વોર્ડના સીમાંકન વિસ્તારમાં ભાજપ તરફી જબરદસ્ત ઉત્સાહ અને સમર્થનનો માહોલ સ્પષ્ટપણે વર્તાઇ રહ્યો છે. વોર્ડ અંતર્ગતના તમામ વિસ્તારોમાં સી.સી. રોડ, પેવર બ્લોક, પાણી-ગટરની લાઇનો સહિતના અનેક વિકાસકાર્યો આયોજનપૂર્વક હાથ ધરાયાં છે. આ વિસ્તારના તમામ સાર્વજનિક પ્લોટો તેમજ વિવિધ મંદિરોના પટાંગણો પેવર બ્લોકથી શોભી રહ્યા છે અને સમગ્ર વિસ્તારને મહદ્અંશે ડસ્ટ ફ્રી બનાવવામાં આવ્યો છે ત્યારે ફરી એક વખત આ વોર્ડમાં ભાજપનું કમળ પૂર્ણકળાએ ખીલશે અને સંપૂર્ણ પેનલ જંગી બહુમતીથી વિજયી થશે એ સંપૂર્ણ સુનિશ્ચિત બાબત છે. ભાજપના ઉમેદવારોના પ્રચાર અભિયાનમાં વિસ્તારના અગ્રણીઓ અને સ્થાનિક રહેવાસીઓએ સ્વયંભૂ મોટી સંખ્યામાં જોડાઇ ઉમેદવારોને સમર્થન પૂરું પાડયું હતું તેમજ ઉમેદવારોને પેનલ ટુ પેનલ વિજયી બનાવવાની અન્ય મતદાતાઓને અપીલ પણ કરી હતી. ગાયત્રી મંદિર વિસ્તાર, એકતા સોસાયટી, સંસ્કારનગર, મારૂતિ પ્લોટ, ન્યૂ સંસ્કારનગર, કૈલાશનગર, મંગલમ વિસ્તાર, નટવાસ, ભીમરાવનગર સહિતના વિસ્તારોના આગેવાનો અને નાગરિકોએ ભાજપના આ યુવા શિક્ષિત અને કર્મનિષ્ઠ પેનલના ઉમેદવારોની જીતનો વિશ્વાસ બનાવ્યો છે. ઉપરોક્ત પ્રચાર કાર્યમાં પચાણભાઇ સંજોટ, શિવજીભાઇ પરગડુ, કાન્તિભાઇ બડિયા, કાલીદાસ નટ, કે.કે. નટ, જગદીશભાઈ ભટ, મૌલિકભાઇ?શેઠ, સંકેતભાઇ જોષી, મંગલભાઇ ગોર, રાજુભાઇ રાજપૂત, દિલીપસિંહ સોઢા, નીલ ગોર, ભવ્ય જેઠી, મોહિત સોની, નિકુલ ગોસ્વામી, કૃપાલસિંહ ઝાલા, મૌલિક સોલંકી, યશપાલસિંહ જેઠવા, હર્ષદભાઇ ઠક્કર, દર્શિત શર્મા, તેજા કરશન, હરેશભાઇ આમર, વિશાલ માહેશ્વરી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer