ભુજના વોર્ડ-ચારના કોંગ્રેસના ઉમેદવારોને સાંપડયું જનસમર્થન

ભુજના વોર્ડ-ચારના કોંગ્રેસના ઉમેદવારોને સાંપડયું જનસમર્થન
ભુજ, તા. 24 : રાજેન્દ્રનગર, જેષ્ઠાનગર, અકશાનગર જેવા અનેક વિસ્તારોમાં વોર્ડ નં. ચારના કોંગ્રેસના ઉમેદવારો અંજલિ ગોર, યાકુબ ખલીફા, અલ્પાબેન મિત્રી,અનિલભાઇ મહેતાએ લોકસંપર્ક કર્યો હતો. ડોર-ટુ-ડોર લોકો સાથે સંવાદ દરમ્યાન લોકો સાથે જોડાયા હતા અને ઉમેદવારોને જનસમર્થન સાંપડયું હતું. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંતર્ગત ભુજ નગરપાલિકાની ચૂંટણીને પગલે વોર્ડ ચારના કોંગ્રેસ ઉમેદવારો પ્રજા સાથે સતત સંપર્ક કરી સમસ્યા જાણી હલ કરવાની ખાતરી આપી રહ્યા છે. આજે ડોર-ટુ-ડોરના પ્રચાર દરમ્યાન વિવિધ વિસ્તારોમાં જઇ ઉમેદવારો સાથે સ્થાનિકો જોડાયા હતા. આ ઉપરાંત લોકોના પ્રશ્નો જાણ્યા હતા. સ્થાનિક લોકોએ પાણી, ગંદકી, અનિયમિત સફાઇ, ગટર, રસ્તા જેવી અનેક સમસ્યાઓ જણાવી હતી જેને ઉકેલવા ઉમેદવારોએ ખાતરી આપી જંગી મતોથી વિજયી બનાવવા અપીલ કરી હતી. સ્થાનિક વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઇ હતી. પ્રચાર દરમ્યાન અશરફશા સૈયદ, અમીરઅલીભાઇ લોઢિયા, અલીમામદભાઇ જત, જેન્તીભાઇ, પ્રકાશભાઇ, અનવરભાઇ, હિનાબેન, રીમાબેન ઠક્કર, મનસુરભાઇ સમા, ઇમરાનભાઇ કુંભાર વિ. આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer