વિંઝાણ તા.પં. હેઠળ આવતા ગામોમાં કોમી એકતા હંમેશા મજબૂત રહી છે

વિંઝાણ તા.પં. હેઠળ આવતા ગામોમાં કોમી એકતા હંમેશા મજબૂત રહી છે
વિંઝાણ (તા. અબડાસા), તા. 24 : અહીંની તાલુકા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર વિક્રમસિંહ જાડેજાએ તા.પં. બેઠકના ગામોનો પ્રવાસ કરી વિકાસકામોનો કોલ આપ્યો હતો. ખાસ કરીને લઘુમતી વસ્તીવાળા ગામોમાં સ્વ. અમરસિંહ ભારાજી જાડેજાનો મુસ્લિમો સાથે પારિવારિક સંબંધોનો નાતો હોવાથી હંમેશા કોમી એકતાની વાતને મજબૂત કરનારા આ પરિવારના તેમના વડીલો અને ક્ષત્રિય સમાજના પ્રમુખ હરિશ્ચંદ્રસિંહ જાડેજા, આગેવાન રઘુવીરસિંહ જાડેજા સાથે લઘુમતી અગ્રણીઓ પ્રચારમાં જોડાયા હતા.વિંઝાણ હેઠળ આવતા ખીરસરા, વરંડી વગેરે ગામોના પ્રચાર વખતે ઉમેદવારે જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં વિકાસકામોની ચાલુ રહેલી વણઝારને વધુ વેગ બનાવવા પ્રયાસ કરશે. તેમણે પિતાજી સ્વ. અમરસિંહજી જેઓ વિંઝાણના સરપંચ હતા અને દાદાજી સ્વ. ભારાજી જાડેજા જેઓ શિક્ષક હતા ત્યારથી અત્યાર સુધી અમારા પરિવારે હંમેશા એકેએક ગામના લોકો સાથે નાતો જાળવી રાખ્યો હોવાનું જણાવ્યું હતું. હરિશ્ચંદ્રસિંહ જાડેજાએ પણ પ્રચાર દરમ્યાન વિક્રમસિંહને બહુમતીથી વિજેતા બનાવવા અપીલ કરી હતી. મિંયાણીના સરપંચ જટુભા સોઢા જોડાયા હતા. ખીરસરા (વિં.)ના લઘુમતી અગ્રણીઓ હાજી જાકુબભાઇ, હાજી મામદભાઇ, દાઉદભાઇ, મીઠુભાઇ, વાલજીભાઇ, જેઠાલાલભાઇ, વેલજીભાઇ, રમેશભાઇ, મામદભાઇ, માજી સરપંચ મુસાભાઇ, તા.પં.ના માજી સભ્ય હાજી આમદ હિંગોરા, અનીસભાઇ, ઇસ્માઇલભાઇ, હાજી ઇશાભાઇ, સિદિકભાઇ, સામજીભાઇ, સરપંચ સંગઠનના મહામંત્રી રજાક હિંગોરા વગેરે પ્રચારમાં જોડાયા હતા. ગ્રામજનોએ પણ સંબંધોને જાળવી રાખવા ખાત્રી આપી હોવાનું માજી સરપંચ હાજી સિદિક હિંગોરાએ જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer