વડાલામાં દીકરીઓ આત્મનિર્ભર બને તે હેતુસર બ્યૂટીપાર્લર તાલીમ શરૂ

વડાલામાં દીકરીઓ આત્મનિર્ભર બને તે હેતુસર બ્યૂટીપાર્લર તાલીમ શરૂ
વવાર (તા. મુંદરા), તા. 24 : મુંદરા તાલુકાના વડાલા-ભદ્રેશ્વર વચ્ચે કાર્યરત નીલકંઠ કોનકાસ્ટ દ્વારા સી.એસ.આર. હેઠળ વિવિધ કામો કરવામાં આવ્યા છે. સાથે વડાલા ખાતે કંપની દ્વારા આત્મનિર્ભરતા માટે કંપનીએ પણ અલગ પહેલ કરી છે. ગામમાં 22 દીકરીને અનુભવી અકાદમી મારફત બ્યૂટીપાર્લર ટયૂશન અને બ્યૂટીપાર્લરનું કામ શીખી શકે એ માટે કંપની દ્વારા વડાલા ગામની દીકરીઓને 30 હજાર રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો.  સાથે 100 વૃક્ષનું રોપણ પણ કરવામાં આવશે.ભદ્રેશ્વર સ્થિત રોકડિયા હનુમાન મંદિરે વૃક્ષારોપણ અને સમૂહલગ્નને પ્રોત્સાહિત કરવા ભદ્રેશ્વર ગામની 9 મુસ્લિમ દીકરીને ચાંદીના ઝાંઝર કંપની દ્વારા અપાયા હતા. ભદ્રેશ્વર નાળેશ્વર મહાદેવ મંદિરના એક રૂમના નિર્માણકાર્ય?માટે એક લાખ રૂપિયાની કિંમતના સળિયાનું દાન કરવામાં આવ્યું હતું. આનંદભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, આજુબાજુના યુવક-યુવતીઓ અને દિવ્યાંગોને પણ નોકરીમાં પ્રથમ અગ્રતા આપવામાં આવશે. છાયાબેન ગઢવીએ કંપની દ્વારા કરવામાં આવેલા કામો અને નવી પહેલની સરાહના કરી હતી. વડાલા સરપંચ દીપકભાઈ ગાલા, શામજીભાઈ મહેશ્વરી, લધાભાઈ રબારી, લવભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. સરપંચે પણ પહેલને બિરદાવી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer